Western Times News

Gujarati News

TATA એસેટ મેનેજમેન્ટે ભારતનું સૌપ્રથમ ટુરિઝમ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ8 જુલાઈ2024 – મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં અગ્રણી ટાટા એસેટ મેનેજમેન્ટ કંપનીએ દેશનું પ્રથમ ટુરિઝમ ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છેજેમાં નિફ્ટી 500માં સમાવિષ્ટ કંપનીઓના કલેક્શનનો સમાવેશ થાય છે. ટાટા નિફ્ટી ઈન્ડિયા ટુરિઝમ ઈન્ડેક્સ ફંડ નિફ્ટી ઈન્ડિયા ટુરિઝમ ઈન્ડેક્સ (ટીઆરઆઈએટલે કે ટોટલ રિટર્ન્સ ઇન્ડેક્સને ટ્રેક કરશે. Tata Asset Management launches India’s first tourism Index Fund.

આ ઓપન-એન્ડેડ ઇન્ડેક્સ ફંડને રોકાણકારોને મુસાફરીપ્રવાસન અને હોસ્પિટાલિટી વ્યવસાયોમાંથી ભારતની સૌથી ઝડપથી વિકસતી કંપનીઓને એક્સપોઝર આપવા માટે કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યું છે. ઇન્ડેક્સ બનાવતી કંપનીઓ પોતપોતાના સેગમેન્ટમાં અગ્રેસર છે અને તેમણે વપરાશી આવકના વધતા સ્તરોભારતીય ગ્રાહકોના રસમાં વૃદ્ધિ અને સતત ઊંચા વિવેકાધીન ખર્ચથી લાભ મેળવ્યો છે.

ઇન્ડેક્સ ફંડના લોન્ચિંગ અંગે ટાટા એસેટ મેનેજમેન્ટના ચીફ બિઝનેસ ઓફિસર આનંદ વરદરાજને જણાવ્યું હતું કે, “ઉચ્ચ વપરાશી આવકસારી હાઇવે કનેક્ટિવિટીરેલ્વેની વધેલી સુવિધા અને ઝડપ તથા અનેક નવા એરપોર્ટે મુસાફરીને સરળઝડપી અને સલામત બનાવી છે. અમે સ્થાનિક ઉડ્ડયનહોટેલ્સરેસ્ટોરન્ટ્સ અને ટ્રાવેલમાં મહત્તમ વૃદ્ધિ જોઈ છે જે પ્રવાસન ક્ષેત્ર માટે ખૂબ જ સારી વાત છે. તમામ પ્રકારની મુસાફરીચાહે તે તીર્થયાત્રા હોયવેપાર હોયમેડિકલ હોય કે આરામપ્રિય સ્થળો, આ બધામાં પ્રગતિ થઈ રહી છે. આ પર્યટનને એક સેગમેન્ટ તરીકે જોવા માટે અને આ ક્ષેત્રના વિકાસથી લાભ મેળવવા માટે કેવી રીતે રોકાણ કરી શકે છે અને તેનો ધ્યેય રાખવા માટે આ એક આકર્ષક કેસ બનાવે છે.”

ટાટા નિફ્ટી ઈન્ડિયા ટુરિઝમ ઈન્ડેક્સ ફંડની શરૂઆત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભારતીય અર્થતંત્ર મજબૂત રોકાણ અને વપરાશ દ્વારા સંચાલિત નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. ભારતમાં વધતો મધ્યમ વર્ગ મહત્વાકાંક્ષી અને પ્રાયોગિક પ્રવાસમાં વધારો કરી રહ્યો છેજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર રોકાણ દ્વારા ઉત્તેજન આપે છેજેણે હવાઈ માર્ગની ક્ષમતામાં વધારો કર્યો છે અને મુસાફરીને વધુ સુલભ બનાવે છે.

આ ઉપરાંત, ટેક્નોલોજીની પ્રગતિએ ઓનલાઇન રેસ્ટોરન્ટ એગ્રીગેટર્સના ઉદય અને વધતી જતી ડિલિવરી ઇકોનોમી સાથે મુસાફરી અને રેસ્ટોરન્ટ ક્ષેત્રે ક્રાંતિ લાવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિવિધ સ્થળો અને અનુભવોનું પ્રદર્શન કરીને મુસાફરી કરવાની ઇચ્છાને વધુ વિસ્તારે છે. “આના પરિણામે, ભારતનો પ્રવાસ અને પ્રવાસન ખર્ચ 2019માં 140 અબજ ડોલરથી વધીને 2030 સુધીમાં પ્રભાવશાળી 406 અબજ ડોલર થવાનો અંદાજ છે (સ્રોત: યુરોમોનિટર, સિસ્ટમેટિક્સ ઇન્સ્ટિટ્યૂશનલ રિસર્ચ)” એમ શ્રી વરદરાજને ઉમેર્યું હતું.

ઇન્ડેક્સ મેથડોલોજીઃ ટાટા નિફ્ટી ઈન્ડિયા ટુરિઝમ ઈન્ડેક્સ ફંડ માટે ઈન્ડેક્સ મેથડોલોજી કે જેમાં હાલમાં 17 સ્ટોકનો સમાવેશ થાય છે (21મી જૂન 2024ના રોજ) કે તમામ પર્યટન સંબંધિત સેગમેન્ટ્સની શ્રેષ્ઠ રજૂઆતની ખાતરી કરવા માટે કડક માપદંડોનું પાલન કરે છે, જેમાં મહત્તમ સ્ટોક લેવલ કેપિંગ મર્યાદા ઇન્ડેક્સના 20 ટકા છે. આ ઇન્ડેક્સમાં પેરેન્ટ ઇન્ડેક્સ નિફ્ટી 500માંથી વધુમાં વધુ 30 સ્ટોક હોઈ શકે છે. ડાયવર્સિફિકેશન અને રિસ્ક મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને, ઇન્ડેક્સના ઘટકો  ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન પર વેઇટેજ ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.