ગોધરાના સિનિયર સિટીઝનો દ્વારા પ્રોપર્ટી કાર્ડ મુદ્દે કલેકટરને આવેદનપત્ર
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરાના વાવડી વિસ્તારના લોકોને પ્રોપર્ટી કાર્ડની નકલ ન મળતી હોવાના આક્ષેપ સાથે જાગૃત સિનિયર સિટીઝનો ધ્વારા જિલ્લા કલેકટરને થાળી વગાડી ને ભ્રષ્ટાચાર બંધ કરોના સૂત્રોચાર સાથે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવતા ગોધરા સીટી સર્વે કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી હતી.
ગોધરાના વાવડી વિસ્તારમાં ૫૦થી વધુ સોસાયટી આવેલી છે અને આ સોસાયટીઓમાં મિલકત ધરાવતા લોકોને પ્રોપર્ટી કાર્ડ ની નકલ મેળવવા માટે ભારે હાલાકી પડી રહી છે ગોધરા સીટી સર્વે કચેરી દ્વારા આ વિસ્તારના લોકોને પ્રોપર્ટી કાર્ડ ની નકલ આપવામાં ઠાગાઠૈયા ઉપરાંત વારંવાર ધક્કા ખવડાવવામાં આવતા હોવાનો ગોધરાના સિનિયર સિટીઝનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે
આ ઉપરાંત કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ગોધરાના સિનિયર સિટીઝન દ્વારા થાળી વગાડી ખુલ્લી પાડવામાં આવી હતી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગોધરા સીટી સર્વે કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે જે લોકો સિટી સર્વે કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓના હાથ ગરમ કરે તેવા લોકોને પ્રોપર્ટી કાર્ડ ની નકલ મળી જતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે
અને જે લોકો હાથ ગરમ ન કરે તેવા લોકોને સીટી સર્વે કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વારંવાર ધક્કા ખવડાવવામાં આવતા હોવાનો આક્ષેપ સિનિયર સિટીઝનો દ્વારા કરવામાં આવ્યો છે વધુમાં સિનિયર સિટીઝનો દ્વારા એવો પણ આક્ષેપ કરાયો છે કે કેટલાક અનઅધિકૃત વ્યક્તિઓ કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટ કરે છે અને લોકો પાસે પૈસાની પણ માંગણી કરતા હોય છે
જેને લઈને ગોધરા સીટી સર્વે કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર નાબૂદી માટે ગોધરાના સિનિયર સિટીઝનો આજે થાળી વેલન સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકારી કચેરીમાં ચાલતો ભ્રષ્ટાચાર બંધ કરોના સૂત્રોચાર સાથે રેલી સ્વરૂપે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દરમિયાન મોટી સંખ્યામાં ગોધરાના જાગૃત સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા
અને આગામી દિવસોમાં ગોધરાના વાવડી વિસ્તારના લોકોને જો પ્રોપર્ટી કાર્ડ ની નકલ સમયસર નહીં મળી રહેતો આ મુદ્દો ગાંધીનગર સુધી લઈ જવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે હવે જોવું રહ્યું કે આ સરકારી બાબુઓ કયા પ્રકારની કામગીરી કરે છે.