Western Times News

Gujarati News

નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેત ખનન પર ભૂસ્તર વિભાગના દરોડા

પ્રતિકાત્મક

સાત ટ્રકો તેમજ બે હિટાચી મશીન સ્થળ ઉપરથી ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી ઃ પોણા બે કરોડનો મુદ્દામાલ જપ્ત

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના વેલુગામ નર્મદા નદી માંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપી સાત ટ્રક તેમજ બે હિટાચી મશીન ઝડપી ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા પોણા બે કરોડનો મુદ્દમાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લાના ઝઘડિયા વેલુગામ નર્મદા નદીમાં રાત્રે દરમ્યાન ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હતું જે બાતમી મુજબ ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા આકસ્મિક છાપો મારતા ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું હતું.આ બાબત ખાણ ખનીજના અધિકારીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે સ્થળ ઉપરથી સાત જેટલી ટ્રકો તેમજ બે હિટાચી મશીન જે મુદ્દામાલની કુલ કિંમત આશરે પોણા બે કરોડ રૂપિયા થાય છે

જે જપ્ત કરી વાહનો ઉમલ્લા પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે.આ બાબતની જાણ ઝઘડીયા મામતદારને કરતા મામલતદાર સ્થળ ઉપર આવી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.હજુ સુધી આ ગેરકાયદેસર રેત ખનન કોણ કરતું હતું તે માહિતી મળી ન હતી પરંતુ ખાણ ખનીજની આકસ્મિક ચેકિંગથી ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લામાં ગેરકાયદેસર રેતી અને માટી ખનન કરનાર અસામાજીક તત્ત્વોએ માઝા મૂકી છે.જેના પગલે ઓવરલોડ દોડતા રેતી અને માટીના વાહનોના કારણે ઘણીવાર વાહન અકસ્માતો તેમજ નદીમાં થતા ગેરકાયદેસર ખનનના પગલે લોકો ડૂબી જવાથી મોતને ણ ભેટ્યા છે.તો ભરૂચના સાંસદ દ્વારા પણ સમયાંતરે ગેરકાયદેસર રેતી અને માટી ખનન કરતા અસામાજીક તત્ત્વો સામે અવાજ પણ ઉઠાવતા હોય છે

પરંતુ તંત્ર દ્વારા યોગ્ય કડક કાર્યવાહી નહિ થતા રેતી અને માટી માફિયાઓ માત્ર દંડ ભરી પોતાના વાહનો છોડાવી પુનઃ ગેરકાયદેસર ખનનમાં લાગી જાય છે.ત્યારે ભરૂચનું વહીવટી તંત્ર હોય કે પછી રાજ્યનું તંત્ર આવા રેતી અને માટી માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી તેઓને નક્કર સજા થાય તેવા કાયદાની રચના કરવાની જરૂર છે.જેથી સરકારની તિજોરી અને પર્યાવરણને નુકશાન થતું અટકી શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.