ટાટા ગ્રુપની એરલાઇન્સે ઓપરેટિંગ મેન્યુઅલ્સનું હાર્મોનાઇઝેશન પૂરું કર્યું,
ચાર એરલાઇન્સમાં હાર્મોનાઇઝ્ડ પ્રોસેસીસ હાથ ધરવા ક્રૂ ટ્રેનિંગ શરૂ કરી
દિલ્હી, 8 જુલાઈ, 2024 – ટાટા ગ્રુપની એરલાઇન્સે તેની મહત્વની કામગીરીમાં ઓપરેટિંગ પ્રોસીજર્સના હાર્મોનાઇઝેશન પૂરું કર્યું છે જેમાં તમામ ચાર કેરિયર્સમાં સપોર્ટિંગ મેન્યુઅલ્સના હાર્મોનાઇઝેશનનો સમાવેશ થાય છે જેનાથી ચાર એરલાઇન્સનું બેમાં મર્જરમાં મહત્વનું સીમાચિહ્ન હાંસલ થયું છે.
છેલ્લા 18 મહિનામાં 100થી વધુ મેમ્બર્સની ટીમે શ્રેષ્ઠ પ્રથાઓ અને સામાન્ય ઓપરેટિંગ પ્રક્રિયાઓને અપનાવવા માટે કામ કર્યું છે. આનું પરિણામ ફુલ-સર્વિસ કેરિયર અને લો-કોસ્ટ કેરિયર માટે બે અલગ-અલગ મેન્યુઅલ હશે.
“ટાટા ગ્રૂપ એરલાઇન્સના મર્જરમાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને અમે વિલિનીકરણની પ્રક્રિયા માટે સમયસર મંજૂરીઓના સંદર્ભમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી મળેલા સમર્થન માટે આભારી છીએ. અમે સતત માર્ગદર્શન, યોગ્ય સમીક્ષા અને સુમેળભર્યા ઓપરેટિંગ મેન્યુઅલની મંજૂરી માટે ડીજીસીએનો પણ આભાર માનીએ છીએ.
ડીજીસીએએ અમારી ટીમોને સેફ્ટી-ફર્સ્ટ ચેન્જ મેનેજમેન્ટ અભિગમ સાથે માર્ગદર્શન આપ્યું છે જે ટાટા જૂથની સેફ્ટી-ફર્સ્ટ પ્રાથમિકતાઓ સાથે સુસંગત છે. હાર્મોનાઇઝેશન પ્રક્રિયાની પ્રગતિ પર સતત દેખરેખ રાખવા માટે ડીજીસીએના ફ્લાઇટ સ્ટાન્ડર્ડ્સ ડિરેક્ટોરેટ દ્વારા બનાવવામાં આવેલ લાઇવ ટ્રેકર પડકારરૂપ કામને સમયબદ્ધ રીતે હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે” એમ એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું.
એર ઈન્ડિયા અને ગ્રુપ કંપનીઝ હાર્મોનાઇઝ્ડ પ્રોસેસીસ પર કામ કરવા માટે ક્રૂને જરૂરી તાલીમ આપવાનું શરૂ કરી રહી છે જે નવી એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસને ઊભી કરવા તરફની દિશામાં વધુ એક કદમ રહેશે.