Western Times News

Gujarati News

મ્યુનિ. કમિશનરે નદીને પ્રદુષિત થતી રોકવા ચાર Dy. કમિશનરને જવાબદારી સોંપી

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કમિશનરે સાબરમતી નદીમાં થતા પ્રદુષણને રોકવા માટે દર સપ્તાહે મળતી રિવ્યુ બેઠકમાં ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી તેમજ તેના ક્રોસ ચેકિંગ માટે ડેપ્યુટી કમિશનરોને જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત સ્ટ્રીટ વેન્ડર પોલિસી માટે પણ વિકલી બેઠકમાં ચર્ચા વિચારણા થઈ હતી. સાબરમતી નદીમાં છોડવામાં આવતા પ્રદુષિત પાણીને રોકવા માટે કમિશનરે તમામ ઝોનના ડેપ્યુટી કમિશનરોને અન્ય ઝોનની જવાબદારી સોંપી જેમાં પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનરને દક્ષિણ ઝોનની, દ.પ. ઝોનના ડેપ્યુટી કમિશનરને પૂર્વની, મધ્યઝોનના ડેપ્યુટી કમિશનરે ઉત્તરની,

અને વોટર રિસોર્સ ડેપ્યુટી કમિશનરને ઔદ્યોગિક એકમોના ફલો મીટરની જવાબદારી સોંપવામાં આવી છે. આ અગાઉ સવારે મળેલી રીવ્યુ બેઠકમાં પણ આ મામલે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. કમિશનરે અધિકારીઓને સુચના આપતા જણાવ્યું હતું કે માત્ર ત્રણ ચાર ઝોનમાંથી ૧૦૦૦ એમએલડી પાણી આવે છે તે બાબત તપાસનો વિષય બને છે તેથી મેગા લાઈનમાંથી કેટલું પાણી આવે છે

અને મ્યુનિ. કોર્પોરેશનની લાઈનમાંથી કેટલુ પાણી આવે છે તેની ખાસ તકેદારી રાખવી તેમજ ફર્લો મીટર માટે પણ કમિશનરને સુચના આપી હતી. રિવ્યુ બેઠકમાં સ્ટ્રીટ વેન્ડર પોલીસી અંતર્ગત પાથરણા બજારોવાળાઓને થડાની કેવી રીતે ફાળવણી કરવી તે મામલે પણ ચર્ચા કરવામાં આવી હતી

તથા તમામ ઝોનના ડેપ્યુટી કમિશનરોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા આ ઉપરાંત ટેક્ષ વિભાગને નવી પ્રોપર્ટીની ઝડપથી આકરણી કરવાની સુચના આપવામાં આવી હતી તેમજ એસ્ટેટ વિભાગને દબાણની સમસ્યા દુર કરવા સુચના આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.