ભારત જ રશિયા-યુક્રેન યુદ્ધને અટકાવી શકેઃ અમેરિકા
(એજન્સી)વોશિંગ્ટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય રશિયા પ્રવાસ પર હતાં. તેમની પુતિન સાથેની બેઠક પર અમેરકા અને ચીન સહિત અનેક દેશોની નજર હતી. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પ્રથમ વખત વડાપ્રધાન મોદી રશિયા પહોંચ્યા હતાં,
જ્યાં રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત દરમિયાન યુદ્ધ અંગે પણ ચર્ચા-વિચારણા કરી હતી. બંને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ પર ચર્ચામાં વડાપ્રધાન મોદીએ સ્પષ્ટપણે રશિયા-યુક્રેન યુદ્ધમાં મૃત્યુ પામનારા લોકો ખાસ કરીને બાળકો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ આ વિવાદનો ઉકેલ વાતચીત દ્વારા લાવવા અપીલ કરી હતી. યુદ્ધમાં અમેરિકા યુક્રેનના સમર્થનમાં છે, વડાપ્રધાન મોદીના રશિયા પ્રવાસ પર અમેરિકાએ પ્રતિક્રિયા આપી છે કે, Only India can prevent Russia-Ukraine war: America
રશિયા અને ભારત વચ્ચે સારા સંબંધના કારણે આ યુદ્ધ પર લગામ લાગી શકે છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કરિન જિન-પિયરે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિનની મુલાકાત અંગેના સવાલમાં જવાબ આપ્યો હતો કે,
ભારત અને અમેરિકા એ વ્યૂહાત્મક ભાગીદાર છે. બંને દેશો વચ્ચે દરેક મુદ્દે સ્પષ્ટ વાતચીત થવી જોઈએ. ભારત સહિત તમામ દેશ સ્થાયી શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોને સમર્થન આપે છે. અમેરિકાનું માનવુ છે કે, ભારત પાસે એવી ક્ષમતા છે કે, તે રશિયા સાથે વાતચીત કરી આ યુદ્ધ અટકાવી શકે છે. જો કે, યુદ્ધ રોકવાનો અંતિમ નિર્ણય પુતિન પાસે છે.રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધ શરૂ કર્યું હતું અને તે જ અંત લાવી શકે છે.