Western Times News

Gujarati News

ચમોલીના પાતાળગંગા વિસ્તારમાં ભૂસ્ખલન

(એજન્સી)ચમોલી, ઉત્તરાખંડના ચમોલીમાં પાતાળ ગંગા વિસ્તારમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બની છે. જેના કારણે જોશીમઠ-બદ્રીનાથ હાઈવે તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે, હજુ સુધી કોઈ કોઈ જાનહાનિ થયાના સમાચાર મળ્યા નથી.

ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલની ઘટનાઓ વધી રહી છે. ચમોલી જિલ્લામાં પ્રવાસીઓની નજર સામે ભયાનક ભૂસ્ખલન થતાં લોકો ભયભીત બન્યા હતા. થોડી જ ક્ષણોમાં પહાડનો મોટો હિસ્સો તૂટી પડ્યો હતો.

લોકોએ આ ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. ભૂસ્ખલન થયા બાદ પર્વતનો કાટમાળ રસ્તા પર પડ્યો હતો. આ પહેલા ૯ જુલાઈના રોજ જોશીમઠમાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર ભયાનક ભૂસ્ખલનની ઘટના બની હતી.

ભૂસ્ખલનથી મોટા ભાગનો કાટમાળ ખીણમાં પડ્યો હતો. બાદમાં બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે દર વર્ષે ચોમાસાની ઋતુમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ બને છે. ઉત્તરાખંડમાં વરસાદ આફત બન્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.