જો તમે સારા કર્મો કર્યા હશે તો તમોને સ્વર્ગ મળશે- મુક્તિ મળશે
ગુરૂ અને ભગવાન
એક વ્યક્તિના ઘેર ભગવાન અને ગુરૂ બંન્ને પધારે છે, તે બહાર આવે છે અને ભગવાનના ચરણોમાં નમસ્કાર કરે છે તો ભગવાન કહે છે કે થોભો ! પહેલાં તમારા ગુરૂના ચરણોમાં નમસ્કાર કરો. તે દોડીને ગુરૂના ચરણોમાં નમસ્કાર કરે છે તો ગુરૂજી કહે છે કે હું ભગવાનને લઇને આવ્યો છું એટલે પહેલાં ભગવાનના ચરણોમાં નમસ્કાર કરો. તે ભગવાનના ચરણોમાં નમસ્કાર કરે છે તો ભગવાન કહે છે કે મારા દર્શન તમારા ગુરૂની કૃપાથી થયા છે અને ગુરૂ મને અહી લાવ્યા છે એટલે પહેલાં તમારા ગુરૂને નમસ્કાર કરો.
ફરીથી તે ગુરૂના ચરણોમાં નમસ્કાર કરવા જાય છે ત્યારે ગુરૂ કહે છે કે નહી નહી ! મેં તો ફક્ત તમોને ભગવાનના દર્શન કરાવ્યા છે પરંતુ તમોને બનાવ્યો કોને? તમારૂં જીવન કોન ચલાવે છે? એટલે પહેલાં ભગવાનને નમસ્કાર કરો. તે ભગવાનના ચરણોમાં નમસ્કાર કરવા જાય છે ત્યારે ભગવાન કહે છે કે થોભો ! મેં તમોને બનાવ્યા છે, તમારૂં જીવન ચલાવું છું આ બધી વાત સાચી છે.
ભલે તૂં મારા ચરણોમાં આવી જાય પરંતુ મારા દરબારમાં ન્યાયની પદ્ધતિ છે કે જો તમે સારા કર્મો કર્યા હશે તો તમોને સ્વર્ગ મળશે, મુક્તિ મળશે, સારી યોનિમાં જન્મ મળશે પરંતુ જો તમે ખરાબ કર્મો કર્યા હશે તો ત્યાં દંડનું પ્રાવધાન છે જેથી તમોને દંડ મળશે, ચૌરાશી લાખ યોનિઓમાં જવું પડશે, તારી આત્માને કષ્ટ પડશે પછી નરકમાં જવું પડશે.
પરંતુ તમારા ગુરૂ ઘણા ભોળા છે.તેમની પાસે, તેમના ચરણોમાં તમે ચાલ્યો જશો તો તમે ગમે તેવો પાપી હશો તો પણ તમારો સ્વીકાર કરશે અને તમોને શુદ્ધ કરીને મારા ચરણોમાં પહોંચાડી દેશે માટે પહેલા નમસ્કાર અને પહેલી પૂજા ગુરૂની કરો.
જો ગુરૂ સાચા અને પૂર્ણ હોય તો દિવ્યનેત્ર પ્રદાન કરીને ૫રમાત્માની તુરંત જ અપરોક્ષાનુભૂતિ કરાવી દે છે. ગુરૂના પવિત્ર અને કોમળ ચરણોનો પ્રેમ જો તમારા હ્રદયમાં રહેશે તો અનેક જન્મોના પાપ અને સંસ્કાર નષ્ટ થઇને આપણે પોતાના વાસ્તવિક ઘર(હરી)માં નિવાસ કરી શકીશું માટે હરિની ઓળખાણ કરી લઇએ અને અન્યને પણ તેની પ્રેરણા આપીએ કેમકે હરિનામ ધન જ સાચી સંપત્તિ છે.
બ્રહ્માની જેમ સદગુણોના સર્જક, વિષ્ણુની જેમ સદવૃત્તિના પાલક અને મહાદેવની જેમ દુર્ગુણો અને ર્દુવૃત્તિઓના સંહારક તેમજ જીવ-શિવનું મિલન કરાવનાર ગુરૂ એ સાક્ષાત પરબ્રહ્મ ૫રમાત્મા સમાન હોય છે. ગુરૂ શિષ્યના તમામ રોગ-સંતા૫ દૂર કરી દે છે. પ્રારબ્ધ અનુસાર ભોગવવાના દુઃખોને પોતાની શક્તિથી હલકા બનાવી દે છે અને દુઃખ સહન કરવાની શક્તિ આપે છે.
ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય, બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય.. સંકલનઃ કુમારી નિતૂં સૈની [email protected]