ભરૂચમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય: રોગચાળો ફેલાવાની દહેશત
અત્યંત ગંદકી,દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ હોવાના કારણે લોકોએ જાહેરમાર્ગ ઉપરથી નાક બંધ કરીને પસાર થવું પડે છે.
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચમાં રોગચાળાએ માંથુ ઉચક્યું છે,આરોગ્ય વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઉંઘતુ રહ્યું છે.ખુદ ભરૂચ નગરપાલિકા બીમાર હોય તેમ પાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ સેનેટરી અને પ.વ.ડીના ચેરમેનના વોર્ડમાં જ લોકો ગંદકી,દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી નાક દબાવી પસાર થવાની નોબત આવી ગઈ છે.પરંતુ નગરપાલિકા કે વહીવટી તંત્ર નગરજનોની સુરક્ષા માટે નથી કરાવી શકતા ફોફિંગ કે દવાનો છંટકાવ જેના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે.
ભરૂચનું વહીવટી તંત્ર અને નગરપાલિકા સ્વચ્છતાના નામે માત્ર બણગા ફૂંકી રહ્યું છે.પાલિકા હદ વિસ્તારમાં ચાલતી ડોર ટુ ડોર કચરાની કામગીરી પણ હવે શંકાના દાયરા છે.કારણકે માત્ર લોકોના ઘરેથી જ કચરો લેવો પરંતુ જાહેરમાં જ કચરાના ઢગલાઓ ન ઉઠાવતા ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય અને મચ્છરના ઉપદ્રવ વચ્ચે લોકો રોગચાળામાં સપડાયા છે.પરંતુ ભરૂચ નગરપાલિકાના સેનેટરી વિભાગ દ્વારા દકાર લેવામાં આવતી નથી.
ભરૂચ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સેનેટરી ચેરમેન તેમજ પ.વ.ડીના ચેરમેનના વોર્ડમાં જ ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી લોકો શરદી,ખાંસી, તાવ,મેલરિયા, ટાઈફોડ જેવા ભયકંર રોગચાળામાં સપડાય રહ્યા છે.
ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડમાં આવેલ નારાયણ હોસ્પિટલ નજીકની ખુલ્લી કાંસમાં મચ્છરોના ઉપદ્રવથી લોકોને ડેન્ગ્યુ જેવા ભયંકર રોગનો ભય ઉભો થયો છે સાથે જ્યાં શૈક્ષણિક શાળા જેવી કે યુનિવર્સલ તથા નજીકની એગ્રિકલચર કોલેજ તેમજ એગ્રિકલચરની હોસ્ટેલ આવેલી છે અને ત્યાં જ અત્યંત ગંદકી,દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ હોવાના કારણે લોકોએ જાહેરમાર્ગ ઉપરથી નાક બંધ કરીને પસાર થવું પડે છે.
છતાંય ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખના પદ ઉપર હોવા છતાં પોતાના જ વિસ્તારમાં દવાનો છંટકાવ કે ફોફિંગ કરાવી શકતા નથી તો અન્ય વિસ્તારોની સ્થિતિ કેવી હશે તેવા પ્રશ્નો લોકોમાં ઉભા થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે.જેના પગલે લોકો રોગચાળામાં સપડાય રહ્યા છે.ત્યારે ભરૂચ વહીવટી તંત્ર અને પાલિકા તંત્રએ નગરજનોની ચિંતા કરી યોગ્ય સાફ સફાઈ કરાવી દવા કે ફોકીંગ કરાવવાની જરૂર ઉભી થઈ છે.જેથી લોકો રોગચાળામાં સપડાતા બચી શકે.તો બીજી તરફ શહેરમાં ખાણી પીની ની લારીઓ અને રેસ્ટોરન્ટ ઉપર પણ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ ચેકીંગ હાથધરવામાં આવે તે જરૂરી બન્યું છે.