Western Times News

Gujarati News

ધોધંબા તાલુકાના સાજોરાના સરપંચ સાથે છેતરપિંડી થતા ફરિયાદ

પ્રતિકાત્મક

સરકારી નોકરી આપવાની લાલચ આપી હિમતનગરના પિતા-પુત્ર દ્વારા ૧૫ લાખ પડાવી લીધા

(પ્રતિનિધિ)ગોધરા, ધોધંબા તાલુકાના સાજોરા ગામ ના સરપંચ સાથે સાંબરકાંઠા જિલ્લાના હિમતનગર ના ભેજાબાજ પિતા- પુત્ર એ પોસ્ટ વિભાગ માં જુનિયર કલાર્કની સરકારી નોકરી આપવાની લાલચ આપીને ૪ ઉમેદવારોના ૧૫ લાખ રૂપીયા લઇને નોકરીના ઓર્ડર નહિ આપીને નાણા પણ પરત નહિ કરીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની ફરીયાદ દામાવાવ પોલીસ મથકે સાજોરા ના સરપંચે નોધાવી હતી.

ઘોઘંબા તાલુકાના સાજોરા ગામ ના સરપંચ નરવતભાઇ સબુરભાઇ બારીઆ વર્ષ ૨૦૨૦માં વાવકુંડલીના સદસ્ય હતા. જેથી કામકાજ અર્થે ગાંધીનગર સચિવાલય ખાતે જતા હતા. તે દરમ્યાન ગાંધીનગર સચિવાલય ખાતે સાંબરકાંઠા જિલ્લાના હીમતનગરના સાંકાભાઇ કચરાભાઇ ગુર્જર(પ્રજાપતિ) સાથે ઓળખાણ થઇ હતી.

સાંકાભાઇએ સરકારી નોકરી આપવામાં સેટીંગ કરી આપીશું તેમ જણાવીને પોસ્ટ વિભાગમાં જુનિયર કલાર્કની સરકારી નોકરીઓ ની ભરતીઓ થવાની છે. તો તમારા છોકરાઓ તથા અન્ય છોકરાઓને સરકારી નોકરી અપાવી દઇશું તેમ કહીને વિશ્વાસ માં લીધા હતા.સરપંચ નરવતભાઇ બારીઆએ તેમના બે છોકરાઓ મળીને કુલ ૪ ને પોસ્ટ વિભાગની જુનિયર કલાર્કની નોકરી અપાવવા પેટે રૂપીયા ૨૮ લાખ સાંકાભાઇ ગુર્જર

તથા તેમનો પુત્ર રાજુભાઇ ઉફે હીરેનભાઇ સાંકાભાઇ ગુર્જર(પ્રજાપતિ) સાથે નકકી કર્યું હતું. સાંકાભાઇ અને તેમનો પુત્ર રાજુએ અલગ અલગ દિવસ તથા આંગળીયા મારફતે ૧૫ લાખ રૂપિયા લઇને જુલાઇ માસમાં સરકારી નોકરીના ઓર્ડર મળી જશે તેમ બાંહેધરી આપી હતી.

૪ ના નોકરીના ઓર્ડરની માંગણી કરતા થઇ જશે તેમ કહ્યા કરતા હતા. પણ પોસ્ટ વિભાગમાં કોઇ નોકરીની જાહેરાત કે પરીક્ષાની જાહેરાત ન થતા સરપંચે સાંકાભાઇને ફોન કરતા કોરોનાને લીધે ભરતી થઇ નથી પણ થઇ જશે તેમ કહીને ગલ્લાતલ્લાં કરતા હતા. વર્ષ ૨૦૨૪ ના એપ્રિલ માસ સુધી નોકરીના ઓર્ડર નહિ આપીને ફોન ઉપાડવાનું બંધ કરીને નોકરી પેટે આપેલા નાણાં પરત નહિ આપીને વિશ્વાસઘાત કરીને છેતરપીંડી કરી હોવાની ફરીયાદ દામાવાવ પોલીસ મથકે નોધાઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.