Western Times News

Gujarati News

એમેઝોને સાત વર્ષ પહેલા જ 100 ટકા રિન્યૂએબલ એનર્જી લક્ષ્યાંકો હાંસલ કર્યા

એમેઝોનના ડેટા સેન્ટર્સ સહિત તેની કામગીરી દ્વારા વપરાતી તમામ વીજળીના જેટલી જ 2023માં 100 ટકા રિન્યૂએબલ એનર્જી પ્રાપ્ત થઈ

 ભારત, 10 જુલાઈ, 2024 – 2019માં એમેઝોને તેના ડેટા સેન્ટર્સકોર્પોરેટ બિલ્ડીંગ્સગ્રોસરી સ્ટોર્સ અને ફુલફીલમેન્ટ સેન્ટર્સ સહિત તેની વૈશ્વિક કામગીરીમાં વપરાશમાં લેવાતી તમામ વીજળીના જેટલી જ 100 ટકા પુનઃવપરાશી ઊર્જા વર્ષ 2030 સુધીમાં મેળવવાનો ધ્યેય નક્કી કર્યો હતો. આજે એમેઝોને જાહેરાત કરી હતી કે તેણે આ ધ્યેયને નિર્ધારિત સમયમર્યાદા કરતાં સાત વર્ષ પહેલા જ પૂર્ણ કર્યો છે. બ્લૂમબર્ગ ન્યુ એનર્જી ફાઇનાન્સના જણાવ્યા અનુસાર કંપની હવે ચાર વર્ષ (2020 થી)થી વિશ્વમાં રિન્યૂએબલ એનર્જીની સૌથી મોટી કોર્પોરેટ ખરીદકર્તા બની ગઈ છે અને વૈશ્વિક સ્તરે 500થી વધુ સૌર અને પવન પ્રોજેક્ટ્સમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે.

એમેઝોનના ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર કારા હર્સ્ટે જણાવ્યું હતું કે “રિન્યૂએબલ એનર્જી લક્ષ્ય સુધી પહોંચવું એ અકલ્પનીય સિદ્ધિ છે અને સાત વર્ષ વહેલા અમે અહીં પહોંચવા માટે જે કામ કર્યું છે તેના પર અમને ગર્વ છે. અમે એ પણ જાણીએ છીએ કે આ સમયની માત્ર એક ક્ષણ છે અને એમેઝોનના તેની કામગીરીને ડીકાર્બોનાઇઝ કરવા માટેના કામો દર વર્ષે એકસરખા રહેશે નહીં પરંતુ અમે પ્રગતિ કરવાનું ચાલુ રાખીશું અને વર્ષ 2040 સુધીના અમારા માર્ગ પર સતત આગળ વધીશું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ટીમો મહત્વાકાંક્ષી રહેશે અને વ્યવસાયતેના ગ્રાહકો અને પૃથ્વી માટે જે યોગ્ય છે તે કરવાનું ચાલુ રાખશે. તેથી જ કંપની સૌર અને પવન ઊર્જા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાનું ચાલુ રાખશેજ્યારે કાર્બન-મુક્ત ઊર્જાના અન્ય સ્વરૂપોને પણ સમર્થન આપશેજેમ કે પરમાણુબેટરી સ્ટોરેજ અને ઉભરતી તકનીકો કે જે આગામી દાયકાઓ સુધી કામગીરીને શક્તિ આપી શકે છે.”

2019થી એમેઝોને 27 દેશોમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ સક્ષમ કર્યા છે. વાસ્તવમાં કંપની ભારતગ્રીસદક્ષિણ આફ્રિકાજાપાન અને ઇન્ડોનેશિયા સહિત અન્ય દેશોમાં યુટિલિટી-સ્કેલ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટને સક્ષમ કરનાર પ્રથમ કંપની હતી. આ હેતુને સાર્થક કરવા માટે એમેઝોને આ દેશોમાં નવા સૌર અને પવન ઊર્જા પ્રોજેક્ટના બનાવવામાં કંપનીઓને મદદ કરવા માટે અનન્ય કહી શકાય તેવી નીતિઓ બનાવવા માટે નીતિ ઘડનારાઓ સાથે કામ કર્યું હતું.

રિન્યૂએબલ એનર્જીનો ઉપયોગ એમેઝોનના વ્યાપક કોર્પોરેટ ફૂટપ્રિન્ટમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. વર્જિનિયામાં એમેઝોનના HQ2 હેડક્વાર્ટરમાં ઝીરો ઓપરેશનલ કાર્બન ઉત્સર્જન થાય તે પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યું હતું અને તેનો વીજળીનો વપરાશ સ્થાનિક સોલાર ફાર્મના જેટલો જ છે.

યુટિલિટી-સ્કેલ પ્રોજેક્ટ્સ ઉપરાંતતેઓએ એમેઝોન ફુલફીલમેન્ટ સેન્ટર્સહોલ ફૂડ્સ માર્કેટ સ્ટોર્સ અને વિશ્વભરની અન્ય કોર્પોરેટ ઇમારતોની રૂફટોપ અને પ્રોપર્ટીઝ પર લગભગ 300 ઓન-સાઇટ સોલાર પ્રોજેક્ટ્સ પણ સક્ષમ કર્યા છે. કુલ મળીને એમેઝોનનો રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયો એકવાર તમામ પ્રોજેક્ટ કાર્યરત થઈ જાય તે પછી દર વર્ષે અંદાજિત 27.8 મિલિયન ટન કાર્બન ન પેદા થાય તેમાં મદદ કરશે.

એમેઝોને ભારતઓસ્ટ્રેલિયાચીનઇન્ડોનેશિયાજાપાનન્યુઝીલેન્ડસિંગાપોર અને દક્ષિણ કોરિયાના પ્રોજેક્ટ સહિત સમગ્ર એશિયા પેસિફિક ક્ષેત્રમાં આજની તારીખમાં 80થી વધુ રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સને સક્ષમ કર્યા છે. ભારતમાં એમેઝોને અત્યાર સુધીમાં 50 પવન અને સૌર પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું છે. બ્લૂમબર્ગ ન્યૂ એનર્જી ફાઇનાન્સના ડેટા અનુસારકંપની ભારતમાં રિન્યૂએબલ એનર્જીની સૌથી મોટી કોર્પોરેટ ખરીદનાર પણ છે. 2022માં એમેઝોને ભારતમાં તેના પ્રથમ છ યુટિલિટી-સ્કેલ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા.

આમાં મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં સ્થિત ત્રણ પવન-સૌર હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ તેમજ રાજસ્થાનમાં ત્રણ સોલાર ફાર્મનો સમાવેશ થાય છેજે 920 મેગાવોટની કુલ રિન્યૂએબલ એનર્જી ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. એમેઝોન દ્વારા વિકસિત નવા આર્થિક મોડલ મુજબ 2014થી 2022 ની વચ્ચે કંપનીના પવન અને સૌર ફાર્મોએ ભારતના સમુદાયો માટે અંદાજિત 349 મિલિયન યુએસ ડોલર (રૂ. 2,885 કરોડ)નું રોકાણ કરવામાં મદદ કરી છે. તેમણે દેશના કુલ જીડીપીમાં અંદાજે 87 મિલિયન યુએસ ડોલર (રૂ. 719 કરોડ)નું યોગદાન પણ આપ્યું છે અને એકલા 2022માં 20,600થી વધુ સ્થાનિક ફુલ ટાઇમ સમકક્ષ નોકરીઓને સમર્થન આપ્યું છે.

બ્લૂમબર્ગએનઇએફના સસ્ટેનેબિલિટી રિસર્ચના વડા કાયલ હેરિસને જણાવ્યું હતું કે“તેનો 100 ટકા રિન્યૂએબલ એનર્જીનો ધ્યેય હાંસલ કરીને એમેઝોને સેંકડો નવા સૌર અને પવન પ્રોજેક્ટ્સનું નિર્માણ કરવાનું શક્ય બનાવ્યું છેજે દુનિયાભરમાં ગ્રીડ અને સમુદાયો માટે સ્વચ્છ ઊર્જાના નવા સ્ત્રોતો લાવી શકે છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “સમાજની વધતી જતી ઊર્જાની માંગને સંતુલિત કરવાની સાથે આબોહવા પરિવર્તનનો મુદ્દો પણ સચવાય તે એક મોટો પડકાર છે અને એમેઝોનની સ્વચ્છ ઊર્જા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે કે કેવી રીતે એક કંપની વૈશ્વિક સ્તરે ઓછા-કાર્બન અર્થતંત્રમાં પરિરવર્તનને વેગ આપવા મદદ કરી શકે છે.

આ રિન્યૂએબલ એનર્જી લક્ષ્યને હાંસલ કરવું એ વર્ષ 2040 સુધીમાં નેટ-ઝીરો કાર્બનની તેની ક્લાઇમેટ પ્લેજ પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાના એમેઝોનના પ્રયત્નોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આગળ જતા એમેઝોન ત્યાં સુધી પહોંચવા માટે હંમેશાની જેમ પ્રતિબદ્ધ છેપછી ભલે તેનો માર્ગ એવી રીતે બદલાઈ રહ્યો હોય કે થોડા વર્ષો પહેલા કોઈએ તેની અપેક્ષા પણ રાખી નહોતી જે જનરેટિવ એઆઈની વધતી માંગ દ્વારા મોટા ભાગે સંચાલિત છે.

આના માટે એમેઝોનના મૂળ અંદાજ કરતાં વિવિધ ઊર્જા સ્ત્રોતોની જરૂર પડશેતેથી કંપનીને ચપળ કે ચાલાક બનવાની જરૂર પડશે અને તે નેટ-શૂન્ય કાર્બન લક્ષ્ય તરફ કામ કરતી વખતે તેના અભિગમને વિકસિત કરવાનું ચાલુ રાખશે. એમેઝોન કંપનીના પોર્ટફોલિયોમાં પુષ્કળ પ્રમાણમાં રિન્યૂએબલ એનર્જી ઉમેરવા માટે મોટાપાયે રોકાણ કરવાનું ચાલુ રાખશે અને નવા કાર્બન-મુક્ત ઊર્જા સ્ત્રોતો પણ શોધશે જે રિન્યૂએબલ્સને પૂરક બનાવી શકે અને તેની જરૂરિયાતોને સંતુલિત કરી શકે. નેટ-જીરો તરફના માર્ગમાં ઘણા અવરોધો હશે અને તેના વ્યવસાય અને વિશ્વ બંનેમાં ફેરફારો માટે તેને એડજસ્ટ કરવાની જરૂર પડશે ત્યારે એમેઝોન આશાવાદી રહે છે અને તેને હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.