Western Times News

Gujarati News

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે એડવાન્સ્ડ ન્યુરો નેવિગેશન સિસ્ટમની શરૂઆત કરવામાં આવી

• સૌરાષ્ટ્ર- કચ્છમાં પ્રથમવાર અત્યંત આધુનિક કક્ષાની સારવાર મળશે

રાજકોટ : પેશન્ટ કેરમાં નવીનતા અને શ્રેષ્ઠતા માટે અગ્રણી એવી વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ આધુનિક સુવિધાઓ સાથે ન્યુરો નેવિગેશન સિસ્ટમની ઘોષણા કરે છે. વોકહાર્ટ હોસ્પિટલ્સ એ સૌરાષ્ટ્ર- કચ્છ પ્રદેશમાં પ્રથમ હોસ્પિટલ છે કે જે આ ટેક્નોલોજી સાથે આવી છે. ન્યુરોસર્જિકલ પ્રક્રિયાઓમાં ક્રાંતિ લાવવાની સાથે આ ટેક્નોલોજી ન્યુરોલોજિકલ કન્ડિશન્સમાં દર્દીની સારવારમાં અભૂતપૂર્વ ચોકસાઇ અને સલામતી પ્રદાન કરે છે. Wockhardt Hospitals_Neuro Navigation System

આ અત્યંત આધુનિક ટેક્નોલોજી અંગે ડૉ. કાંત જોગાણી (સિનિયર કન્સલ્ટન્ટ- બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ), ડૉ. વિરલ વસાણી (કન્સલ્ટન્ટ- બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ) અને ડો. મનીષ અગ્રવાલ (સેન્ટર હેડ, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ) એ માહિતી આપી.

ન્યુરો નેવિગેશન સિસ્ટમ બ્રેઈન ટ્યુમર, કરોડરજ્જુની ગાંઠો, એપીલેપ્સી, પાર્કિન્સન રોગ, એન્યુરિઝમ્સ, ટ્રોમા સબંધિત ઇજાઓ અને હાઇડ્રોસેફાલસ સહિત ન્યુરોલોજીકલ પરિસ્થિતિઓના સ્પેક્ટ્રમના નિદાન અને સારવાર માટે રચાયેલ છે. આ નોંધપાત્ર સીમાચિહ્ન સર્જિકલ સેફટી, એફિશિયન્સીઅને દર્દીના પરિણામોને વધારવા માટે તૈયાર છે.

ડૉ. કાંત જોગાણી (સિનિયર કન્સલ્ટન્ટ- બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ) એ જણાવ્યું હતું કે, “ન્યુરો નેવિગેશન સિસ્ટમ એ ન્યુરોસર્જરી માટે ગેમ-ચેન્જર છે. તેની ચોકસાઇ અમને ઉચ્ચ સલામતી અને કાર્યક્ષમતા  સાથે કોમ્પ્લેક્સ પ્રોસિજરમાં મદદ કરે છે. આ ટેક્નોલોજી સૌરાષ્ટ્રને અત્યાધુનિક ન્યુરોલોજીકલ સંભાળ માટે અગ્રણી હબ તરીકે સ્થાન આપે છે.”

ડૉ. વિરલ વસાણી (કન્સલ્ટન્ટ- બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ) એ જણાવ્યું હતું કે, “આ પ્રગતિ દર્દીની સારવારના સમય અને પરિણામોમાં નોંધપાત્ર સુધારો કરશે. તે માત્ર અમારી હોસ્પિટલની અંદર જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશમાં તબીબી સંભાળને આગળ વધારવાની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.”

સિસ્ટમ પ્રી-ઓપરેટિવ એમઆરઆઈ અથવા સીટી સ્કેનને રીઅલ-ટાઇમ ઇન્ટ્રા-ઓપરેટિવ ડેટા સાથે એકીકૃત કરીને, સર્જનોને વિગતવાર 3D મેંપ  અને પ્રોસિજર દરમિયાન ચોક્કસ માર્ગદર્શન પ્રદાન કરીને કાર્ય કરે છે. મુખ્ય ફાયદાઓમાં તંદુરસ્ત પેશીઓ માટેના ઓછા જોખમો, સર્જરીનો ટૂંકો સમય, ઝડપી રિકવરી ટાઈમ અને ઈમ્પ્રુવ્ડ ઓવરઓલ સર્જિકલ આઉટકમ્સનો સમાવેશ થાય છે.

ડૉ. મનીષ અગ્રવાલ, સેન્ટર હેડ, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ એ જણાવ્યું હતું કે, “હોસ્પિટલની ટીમ તરીકે, સૌરાષ્ટ્રમાં ન્યુરો નેવિગેશન સિસ્ટમનો પરિચય કરાવવામાં અમને ખૂબ જ ગર્વ છે. આ નવીનતા વિશ્વ-કક્ષાની ન્યુરોલોજીકલ કેર પહોંચાડવા માટેના અમારા સમર્પણની પુનઃ પુષ્ટિ કરે છે અને વેસ્ટર્ન ઇન્ડિયામાં અદ્યતન તબીબી તકનીકો માટે અગ્રણી કેન્દ્ર તરીકેની અમારી ભૂમિકાને રેખાંકિત કરે છે.”

3ડી ઇમેજિંગ કેપેબીલીટીઝ, રિયલ- ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેકિંગ, ઇન્ટિગ્રેટેડ સોફ્ટવેર ફોર ડેટા ફ્યુઝન, હાઈ એક્યુરસી ઈન સર્જીકલ ટાર્ગેટીંગ, યુઝર- ફ્રેન્ડલી ઇન્ટરફેઝ, અને કોમ્પેટેબીલીટી વિથ મલ્ટીપલ ઇમેજિંગ મોડેલિટીઝ જેવી અદ્યતન સુવિધાઓ સાથે ન્યુરો નેવિગેશન સિસ્ટમ ન્યુરોસર્જિકલ ચોકસાઇ અને દર્દીની સલામતીમાં એક નવું સ્ટાન્ડર્ડ સેટ કરે છે. આ સિસ્ટમ  ન્યુરોસર્જિકલ પ્રક્રિયાઓની સલામતી, સચોટતા અને અસરકારકતામાં વધારા ઉપરાંત એ સુનિશ્ચિત કરે છે કે  દર્દીઓને ઉચ્ચતમ ધોરણની સંભાળ મળે.

રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ્સમાં ન્યુરો નેવિગેશન સિસ્ટમની શરૂઆત, સૌરાષ્ટ્રમાં ન્યુરોલોજીકલ કેરની પ્રગતિમાં એક મુખ્ય ક્ષણને ચિહ્નિત કરે છે, જે સામાન્ય રીતે મેટ્રોપોલિટન હોસ્પિટલોમાં જોવા મળતી અત્યાધુનિક તબીબી તકનીકને સ્થાનિક સમુદાયમાં લાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.