નવા કોચ ગૌતમ ગંભીર બે દિગ્ગજને લાવવા માંગે છે!
નવી દિલ્હી, ગૌતમ ગંભીરની નિમણૂક નવા હેડ કોચઃ ગયા મહિને ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪નો ખિતાબ જીતનાર ભારતીય ટીમમાં હવે મોટો ફેરફાર થયો છે.
મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો. આવી સ્થિતિમાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ હવે તેમના સ્થાને ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે.ભારતીય ટીમ આ જુલાઈના અંતમાં શ્રીલંકાના પ્રવાસે જશે.
ગંભીર આ પ્રવાસથી કમાન સંભાળશે. પરંતુ તે પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ટીમમાં હજુ વધુ મોટા ફેરફાર થવાના છે.હકીકતમાં, દ્રવિડની સાથે સપોર્ટ સ્ટાફ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બરેનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે.
આ બંને જગ્યાઓ પર પણ નવી ભરતી થવાની છે. આવી સ્થિતિમાં ગંભીરે આ બે પદ માટે બીસીસીઆઈને પોતાની તરફથી ૨ નામ સૂચવ્યા છે.અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ગંભીરે બોલિંગ કોચ માટે પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર વિનય કુમારનું નામ સૂચવ્યું છે.
તેણે ભારતીય ટીમ માટે ૧ ટેસ્ટ, ૩૮ ઓડીઆઈ અને ૯ ટી૨૦ મેચ રમી છે. વિનય ૨૦૧૩ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન પણ ભારતીય ટીમનો ભાગ હતો. હાલમાં, વિનય આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંકળાયેલો છે અને આઈએલટી૨૦માં મુંબઈ અમીરાતનો બોલિંગ કોચ પણ રહી ચૂક્યો છે.એટલું જ નહીં, ગંભીરે બેટિંગ કોચ તરીકે અભિષેક નાયરનું નામ સૂચવ્યું છે.
તે હાલમાં આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના સહાયક કોચ અને એકેડેમી ડિરેક્ટર છે. તમને જણાવી દઈએ કે મુખ્ય કોચ તરીકે ગંભીરનો કોન્ટ્રાક્ટ ૨૦૨૭માં સમાપ્ત થશે. પરંતુ તે પહેલા તેમની પાસે ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫, ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ અને ઓડીઆઈ વર્લ્ડ કપ ૨૦૨૭ છે.
કેટલાક રિપોટ્ર્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાન પણ બોલિંગ કોચની રેસમાં છે. તેનો અર્થ એ છે કે તે બોલિંગ કોચ પારસ મ્હામ્બરેનું સ્થાન લઈ શકે છે, જોકે આ મામલે અંતિમ નિર્ણય બીસીસીઆઈ જ લેશે.SS1MS