Western Times News

Gujarati News

લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર થવામાં કોનો હાથ છે જાણો છો?

(એજન્સી)ભુજ, સીઆઈડી ક્રાઈમ પૂર્વ કચ્છમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ નીતા વસરામભાઈ ચૌધરી બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે ઝડપાઈ હતી. સફેદ થારમાંથી દારૂ મળી આવવા સાથે પીએસઆઈ પર થાર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો. બંને સામે ભચાઉ પોલીસમાં ફરિયાદ થયા બાદ પોલીસે રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરતાં રિમાન્ડ નકારી બીજા દિવસે નીતા ચૌધરીને નીચલી કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા.

બાદમાં પોલીસે જામીનને રદ્દ કરવા ઉપલી કોર્ટમાં જતા જામીન રદ કરવામાં આવ્યા હતા અને હાલ પોલીસ ધરપકડથી બચવા અને જેલમાં જવાના ડરે આરોપી નેતા ચૌધરી ફરાર થઈ ગઈ છે અને તેમને પકડવા ત્રણ અલગ અલગ ધીમો બનાવવી હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે.

તેમને નીચલી અદાલતમાંથી જામીન મળ્યા બાદ સેશન્સ અદાલતમાં સુનાવણી યોજવામાં આવી હતી. જેમાં સરકાર પક્ષે ગુનાની ગંભીરતા તેમજ પોતે પોલીસ કર્મચારી હોવા છતાં બૂટલેગરને સાથ આપ્યો તે સહિતના મુદ્દાઓ રજૂ કર્યા બાદ સેશન્સ અદાલતે બંને પક્ષની દલિલો સાંભળી ભચાઉની નીચલી અદાલતે આપેલો જામીનનો હુકમ રદ કરી જામીન ફગાવ્યા છે.

સરકાર પક્ષે દલિલ કરવામાં આવી હતી કે, મહિલા કોન્સ્ટેબલ હોવા છતાં પ્રથમ ફરજ પોલીસને સાથ આપવાની હોય તેમ છતાં બનાવ સમયે પોલીસ પર ગાડી ચડાવી દેવાઈ તેમ છતાં આરોપીને પકડાવ્યો નહીં તેમજ ગાડીમાંથી દારૂ મળી આવ્યો હતો. આરોપી બૂટલેગર ૧૬ ગુનામાં લિસ્ટેડ છે, જેથી ભૂમિકા શંકાસ્પદ જણાય છે.

જે તે સમયે નીચલી અદાલતે જામીન આપતી વખતે એવું નોંધ્યું હતું કે, મહિલા કોન્સ્ટેબલ સ્ટેયરીંગ પર ન હતા.પરંતુ દલિલ કરાઈ કે તેમણે ગુનામાં મદદગારી કરી છે.પોલીસનું મોડલ ડાઉન થાય તેવો પ્રયાસ કર્યો છે. જેથી સરકાર અને પોલીસ પક્ષની દલિલોને ગ્રાહય રાખી અદાલતે જામીન રદ્દ કરવા સાથે ફરી ધરપકડ માટેનો આદેશ કર્યો છે.

મહત્વનું છે કે, દારૂના ગુનામાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ નીતા ચૌધરીને જામીન મળી ગયા પણ હત્યાના પ્રયાસના ગુનામાં જામીન રદ્દ થયા છે. જેથી ફરી કોન્સ્ટેબલને જેલની હવા ખાવી પડશે.આ મામલે હવે જામીન રદ થતા જેલમાં જવાના ડરે લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર થઇ ગઇ હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે અને હવે પોલીસે ત્રણ અલગ અલગ ટિમો બનાવી હોવાનું જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.