Western Times News

Gujarati News

ઉંઝામાં પ્રથમવાર સાત દિવસનો ભાદરવી પૂનમનો મેળો ભરાશે, પ લાખ ભકતો જોડાશે

માતાજીને ચઢનાર ૧૧,૧૧૧ ધજા પૈકી શહેરના પ૦૦ સહિત ૩ હજાર પાટીદારોએે બુકિંગ કરાવ્યું

(એજન્સી)અમદાવાદ, ઉંઝા ખાતે પહેલીવાર યોજાનારા ભાદરવી મેળા નિમીત્તે ઉમીયા માતાજી સંસ્થા દ્વારા ૭ દિવસના કાર્યક્રમમાં કુલ ૧૧,૧૧૧ ધજાઓ માતાજીને ચઢાવવામાં આવશે. ત્યારે માત્ર એક જ મહીનામાં પાટીદારો દ્વારા ૩ હજાર ધજાઓનું એડવાન્સમાં બુકીગ કરવામાં આવ્યું છે. જેમાંથી અમદાવાદ શહેરમાં વસતા પાટીદારોએ પ૦૦ ધજાનું બુકીંગ કરાવ્યું છે.

ભાદરવા સુદ અગીયારસ ૧૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૯ કલાકથી આ ધજાઓના રજીસ્ટ્રેશન સાથે નિજ મંદીરે ધજાઓ સ્વીકારવામાં આવશે. અગીયારસથી લઈ પુનમ સુધી સવાર ે૯ થી બપોરે૩ વાગ્યા સુધી નિત્યક્રમ ધજા ચઢાવવામાં આવશે. ધજા માટે એડવાન્સ બુકીંગ કરાવનારા દરેક ભકતે સંસ્થા દ્વારા અપાયેલી પહોચ બતાવીને રજીસ્ટર કાઉન્ટર પરથી ધજા મેળવવાની રહેશે.

ધજા પુજન વિધિમાં બે વ્યકિતઓ બેસી શકશે. ધજા પુજન સમયના ૩૦ મીનીટ પહેલાં ઉમીયા બાગમાં ધજાના કાઉન્ટર પરથી ધજા આપવામાં આવશે. ધજા પુજન પછી ૧૬૮ ધજાના યજમાને એક સાથે ઉમીયા બાગથી વાજતે ગાજતે શોભાયાત્રા સ્વરૂપે મંદીરમાં પહોચશે. તમામ દાતાઓ માટે ઉઝા ઉમીયા માતાજી સંસ્થાના દ્વારા ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા રાખવામાં આવી છે.

સંઘોને ૧ કિમી દૂર ઉતારો અપાશે ઃ આ વર્ષે પહેલીવાર યોજાનાર ભાદરવી પુનમના મેળામાં આશરે રપ૧થી વધારે સંઘો ઉંઝા આવશે. આ તમામ સંઘોનું ઉંઝા ઉમીયા મંદીરથી ૧ કિલોમીટર દુર ઉતારો આપવામાં આવશે અને ત્યાંજ તમામનું સ્વાગત કરવામાં આવશે. સંચાલન માટે ૪૦થી વધુ કમીટી જવાબદારી સંભાળશે

મંદીરના અગ્રણીના જણાવ્યા અનુસાર પહેલીવાર યોજાનારા માં ઉમીયાનાં સાનીધ્યમાં ભાદરવી પુનમનો મેળો-શ્રધ્ધા ભકિત સાથે ઉજવણી કરવામાં આવશે. આ મેળામાં રપ લાખથી વધારે શ્રધ્ધાળુઓ ભાગ લેશે. સાથે સાથે આ મહોત્સવની તૈયારી માટે ઉમીયા માતાજી સંસ્થાના દ્વારા ૪૦થી વધુ કમીટી તૈયાર કરવામાં આવશે.

જેઓ સમગ્ર કાર્યક્રમમાં આયોજનમાં મહત્વનો ભાગ ભજવશે. દેશ તથા વિદેશમાં વસતા પાટીદારો સહીત ઉમીયા માતાના ભકતો આ મહોત્સવમાં ભાગ લેશે. તેમના માટે રજીસ્ટ્રેશનની વ્યવસ્થા પણ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.