સંસદમાં પાસ CAA કાનુન રાજ્યો લાગુ કરેઃ રવિશંકર
નાગરિક સુધાર કાનુનને લઈ કેરળ-કેન્દ્રની વચ્ચે ખેંચતાણ
રાજ્ય વિધાનસભાઓની પાસે પોતાના વિશેષાધિકાર હોય છે – કેરળના મુખ્યપ્રધાન વિજયન દ્વારા વળતો દાવો થયો
નવીદિલ્હી, વિવાદાસ્પદ નાગરિક સુધારા કાનુનના મુદ્દા પર કેરળ સરકાર અને કેન્દ્ર વચ્ચે ખેંચતાણ ઓછી થાય તેવા કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સીએએની સામે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યાના એક દિવસ બાદ ભાજપ તરફથી ટીકાટિપ્પણી પર મુખ્યમંત્રી વિજયનને કહ્યું છે કે, રાજ્ય વિધાનસભાઓના પોતાના અધિકાર હોય છે.
બીજી તરફ કેન્દ્રીય કાનુન મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે, સંસદમાં પાસ કરવામાં આવેલા કાનુનને લાગુ કરવાની બાબત રાજ્યોની બંધારણીય જવાબદારીઓ છે. કેરળ વિધાનસભામાં સીએએની સામે પ્રસ્તાવ પાસ થયા બાદ રવિશંકર પ્રસાદે ડાબેરી સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયનને વધુ સારી કાયદાકીય સલાહ લેવી જાઈએ.
પ્રસાદે કહ્યું હતું કે, નાગરિકતા સાથે જાડોયેલા મુદ્દા પર કાનુન બનાવવાની શÂક્ત માત્ર સંસદની પાસે છે. કેરળ અથવા તો કોઈ અન્ય રાજ્ય વિધાનસભા પાસે કોઈ આવી શÂક્ત નથી. રવિશંકર પ્રસાદે કહ્યું છે કે, આ રાજ્ય સરકારોની બંધારણીય જવાબદારી રહેલી છે. સંસદ દ્વારા પાસ કરવામાં આવેલા કાનુનોને લાગુ કરવામાં આવે તે રાજ્યોની જવાબદારી છે. જે રાજ્યો કહી રહ્યા છે કે પોતાના ત્યાં સીએએ લાગુ કરશે નહીં તેમને આવા નિર્ણય લેતા પહેલા યોગ્ય કાયદાકીય સલાહ લેવી જાઈએ. બીજી બાજુ વિજયનને કહ્યું છે કે, વિધાનસભાની પોતાની ખાસ સુરક્ષા હોય છે.
તેના ભંગ તરીકે કોઈ વાત થવી જાઈએ નહીં. અત્રે નોંધનીય છે કે, કેરળ મંગળવારના દિવસે સીએએની સામે પ્રસ્તાવ પાસ કરનાર પ્રથમ રાજ્ય બની ગયું હતું. આ પહેલા બિન ભાજપ સાસિત રાજ્યો બંગાળ, પંજાબ, મધ્યપ્રદેશ અને છત્તીગઢે પણ જાહેરાત કરી છે કે, તે પોતાના ત્યાં સીએએને લાગુ કરશે નહીં. સીએએને લઈને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ખેચતાણ જારી છે.