Western Times News

Gujarati News

એમેઝોન ઈન્ડિયાનો 8મો પ્રાઇમ ડે શોપિંગ મહોત્સવ 20 અને 21 જુલાઈના રોજ યોજાશે

નાના વ્યવસાયો આ પ્રાઇમ ડે પર Amazon.in પર 3,200થી વધુ નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરશે

હોમ એન્ડ કિચન, ફેશન અને ગ્રૂમિંગ તથા અન્ય અનેક વિવિધ કેટેગરીઝમાં હજારો નાના વ્યવસાયો મોટી ડીલ્સ અને નવા લોન્ચીસ સાથે તૈયાર થઈ રહ્યા છે

બેંગ્લોર11 જુલાઈ – આ પ્રાઇમ ડે પર નાના વ્યવસાયો Amazon.in પર હોમ એન્ડ કિચન, ફેશન અને ગ્રૂમિંગ, જ્વેલરી, હાથબનાવટની વસ્તુઓ તથા બીજી અનેક પ્રોડક્ટ્સની વિવિધ કેટેગરીઝમાં 3,200થી વધુ નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી રહ્યા છે. બેહોમા, ડ્રીમ ઓફ ગ્લોરી, ઓરિકા સ્પાઇસીસ અને અન્ય જેવી બ્રાન્ડ Amazon.in પર તેમની અનન્ય પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરશે અને દેશના વિવિધ ભાગોમાં ગ્રાહકો સુધી પહોંચશે. Amazon.in પર હજારો નાના વ્યવસાયો ભારતભરના ગ્રાહકોને લાખો પ્રાઇમ-સક્ષમ પ્રોડક્ટ્સ ઓફર કરતી સૌથી વધુ રાહ જોવાતી શોપિંગ ઇવેન્ટમાં ભાગ લેશે.

“એમેઝોન પ્રાઇમ ડે એ ભારતમાં સૌથી અપેક્ષિત શોપિંગ ઇવેન્ટ્સમાંની એક છે, જેનાથી અમે અમારા  વિક્રેતાઓ અને ગ્રાહકોને અપ્રતિમ મૂલ્ય પહોંચાડીએ છીએ. અમારા વિક્રેતાઓ, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોની હસ્તકલા, સર્જનાત્મકતા, પ્રોડક્ટ્સની નવીનતા અને ઉદ્યોગસાહસિક ભાવનાની ઉજવણી કરીને સતત 8મા વર્ષે આ ઇવેન્ટને ભારતમાં પાછી લાવવા માટે અમે રોમાંચિત છીએ.

ઇવેન્ટના બે દિવસ દરમિયાન, વિક્રેતાઓને ન કેવળ તેમની પ્રોડક્ટ્સ અને બ્રાન્ડ્સની વિઝિબિલિટીમાં જબરદસ્ત પ્રોત્સાહન મળશે, પરંતુ 100 ટકા સેવાયોગ્ય પિન કોડ્સમાં ફેલાયેલા, સમગ્ર ભારતમાં એમેઝોનના વિશાળ ગ્રાહક આધારની સીધી જ એક્સેસ મળશે. આવી શોપિંગ ઈવેન્ટ્સ દ્વારા, અમારો ઉદ્દેશ્ય નાના અને મધ્યમ ઉદ્યોગોને ઈ-કોમર્સની શક્તિને સ્વીકારવા અને તેમની સફળતા માટે નવા રસ્તાઓ ખોલવા માટે સક્ષમ બનાવવાનો છે.

અમે એક વાઈબ્રન્ટ ઓનલાઈન માર્કેટપ્લેસને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ જે ભારતના મોટા આર્થિક વિકાસમાં ફાળો આપે” એમ એમેઝોન ઈન્ડિયાના ડિરેક્ટર-સેલિંગ પાર્ટનર સર્વિસીઝ શ્રી  અમિત નંદાએ જણાવ્યું હતું.

નાના અને મધ્યમ વ્યવસાયો પ્રાઇમ ડે 2024 માટે સજ્જ થવા માટે એમેઝોન પર ઉપલબ્ધ ટૂલ્સ અને ફીચર્સના મજબૂત સંપુટનો લાભ લઈ શકે છે. એક સુવ્યવસ્થિત સેલ્ફ-સર્વિસ રજિસ્ટ્રેશન પ્રોસેસ (એસએસઆર 2.0) વેચાણકર્તાઓ માટે મલ્ટી-લેંગ્વેજ સપોર્ટ, સરળ રજિસ્ટ્રેશન અને ઇન્વોઇસિંગ સાથે Amazon.in માર્કેટપ્લેસ પર શરૂઆત કરવાનું સરળ બનાવે છે.

વિક્રેતાઓ પ્રાઇમ ડે દરમિયાન પસંદ કરવા અને શ્રેષ્ઠ ડીલ્સ ઓફર કરવા માટે સેલ ઇવેન્ટ પ્લાનરનો ઉપયોગ કરી શકે છે. આ ટૂલ ઇન્વેન્ટરી પ્લાનિંગ પર ડેટા આધારિત ભલામણો પણ આપે છે, જે વિક્રેતાઓને તેમની તક અને વેચાણને મહત્તમ કરવા સક્ષમ બનાવે છે. ધ ન્યૂ સેલર સક્સેસ સેન્ટર એક ઓનબોર્ડિંગ સહાયક છે જે વિક્રેતાઓને તેમની ઓનલાઈન શોપ્સ સ્થાપવા, મહત્વના ગ્રોથ લીવર્સને અપનાવવા અને જાહેરાતો, પ્રાઇમ અને ડીલ્સ જેવી સુવિધાઓનો ઉપયોગ કરવા અંગે તબક્કાવાર માર્ગદર્શન પૂરું પાડે છે.

બેહોમાના માલિક નિખિલ જૈને જણાવ્યું હતું કે, “બેહોમા પ્રાઇમ ડે 2024 પર અમારા હાથથી બનાવેલા નવા હોમ ડેકોર પીસને લોન્ચ કરવા માટે ઉત્સાહિત છે. સ્ટાઈલિશ અને નવીન ડિઝાઇનમાં વિશેષતા ધરાવતી આધુનિક હોમ ડેકોર બ્રાન્ડ તરીકે, અમે હાથથી બનાવેલા સોનાના મેટલ પ્લાન્ટર સેટ અને વૈભવી ગોલ્ડ ફિનિશમાં સ્ટાઇલિશ ડ્રોપ-આકારની મેટલ ફૂલદાની સહિત અમારી નવીનતમ ઓફરિંગ પ્રદર્શિત કરવા માટે રોમાંચિત છીએ. પ્રાઇમ ડે અમને અમારા ગ્રાહકો સાથે જોડાવા માટે એક અદ્ભુત પ્લેટફોર્મ પૂરું પાડે છે અને અમે અમારા હાથથી બનાવેલી અનોખી પ્રોડક્ટ્સ સાથે તેમની લિવિંગ સ્પેસીસમાં પરિવર્તન લાવવા માટે ઉત્સાહથી સજ્જ થઈ રહ્યા છીએ.”

એમેઝોને એમેઝોન સેલર એપની કાર્યક્ષમતામાં પણ સતત સુધારો કર્યો છે, જે વિક્રેતાઓને તેમના વ્યવસાયોને સતત મેનેજ કરવા અને સરળ રીતે વધારવા માટે સશક્ત કરે છે. વિક્રેતાઓ હવે તેમની સંપૂર્ણ વેચાણની કામગીરી એપ દ્વારા કરી શકે છે, જેમાં કૂપન્સ, ડીલ્સ અને સ્પોન્સર્ડ પ્રોડક્ટ કેમ્પેઇન્સ મેનેજ કરવાનો સમાવેશ થાય છે. એપ ઇન્ટરેક્ટિવ બિઝનેસ મેટ્રિક્સ પણ પ્રદાન કરે છે, જેનાથી વિક્રેતાઓ મહત્વના પર્ફોર્મન્સ ઇન્ડિકેટર્સને સરળતાથી ટ્રેક કરી શકે છે અને તેનું એનાલિસીસ કરી શકે છે.

પ્રાઇમ ડે 2024 એ નાના અને મધ્યમ ઉદ્યોગો માટે તેમના ઈ-કોમર્સ ફૂટપ્રિન્ટ્સને મજબૂત કરવા, વધુ ગ્રાહકો સુધી પહોંચવા અને નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની અમૂલ્ય તક છે. વેચાણમાં સંભવિત ઉછાળાનો લાભ ઉઠાવીને, એસએમબી તેમની બ્રાન્ડ વિઝિબિલિટી વધારી શકે છે, નવા ગ્રાહકોને આકર્ષિત કરી શકે છે અને ઈ-કોમર્સ દ્વારા સતત વૃદ્ધિ માટે તેમનો પાયો મજબૂત કરી શકે છે.

એમેઝોન પ્રાઇમથી સૌ કોઈના જીવનમાં વૃદ્ધિઃ એમેઝોન ઈન્ડિયા 20 અને 21 જુલાઈ, 2024ના રોજ તેની અત્યંત રાહ જોવાતી ઇવેન્ટ પ્રાઇમ ડે સાથે પાછી ફરે છે. પ્રાઈમ મેમ્બર્સ, મોટી બચત, ગ્રેટ ડીલ્સ, અગ્રણી બ્રાન્ડ્સ તરફથી નવા લોન્ચ, નાના અને મધ્યમ વ્યવસાયો, બ્લોકબસ્ટર મનોરંજન અને ઘણા બધા સાથે આનંદ મેળવવા માટે તૈયાર થઈ જાઓ.

પ્રાઇમ ડે દરમિયાન આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ/ડેબિટ કાર્ડ્સ, એસીઆઈ ક્રેડિટ કાર્ડ્સ અને આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડ્સ અને એસબીઆઈ ક્રેડિટ કાર્ડ્સ પર ઈએમઆઈ વ્યવહારોનો ઉપયોગ કરીને પેમેન્ટ્સ પર 10 ટકા બચત સાથે મોટી બચત કરો. એમેઝોન પ્રાઇમ એ તમારા જીવનને દરરોજ બહેતર બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે

કારણ કે તે એક જ મેમ્બરશિપમાં શ્રેષ્ઠ ખરીદી, બચત અને મનોરંજન તથા તેમના કો-બ્રાન્ડેડ આઈસીઆઈસીઆઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને તમામ ખરીદીઓ પર અમર્યાદિત 5 ટકા કેશબેક, એક્સક્લુઝિવ ડીલ્સની એક્સેસ, પ્રાઇમ ડે સહિત અમારી શોપિંગ ઇવેન્ટ્સની વહેલી અને એક્સક્લુઝિવ એક્સેસ પૂરી પાડે છે. તમે હજુ મેમ્બર બન્યા નથી? તો આજે જ વર્ષે રૂ. 1,499 ભરીને પ્રાઈમ સાથે જોડાઓ.

પ્રાઇમ લાઇટ વર્ષે રૂ. 799માં અને પ્રાઇમ શોપિંગ એડિશન એક વર્ષના રૂ. 399માં amazon.in/prime ઉપલબ્ધ છે અને ફ્રી તથા ફાસ્ટ ડિલિવરી, એવોર્ડ વિજેતા મૂવી અને ટીવી શોની અનલિમિટેડ એક્સેસ, 100 મિલિયનથી વધુ ગીતોની અનલિમિટેડ એક્સેસ, એમેઝોન મ્યુઝિક પર એડ-ફ્રી અને પોડકાસ્ટ એપિસોડ્સ, પ્રાઇમ રીડિંગ સાથે 3,000થી વધુ ઇ-બુક્સ, મેગેઝિન અને કોમિક્સની ફ્રી રોટેટિંગ સિલેક્શન અને પ્રાઇમ ગેમિંગ સાથે માસિક ફ્રી-ઇન ગેમ કન્ટેન્ટ અને લાભોની એક્સેસ મેળવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.