Western Times News

Gujarati News

એન્જીનિયરે જાળમાં ફસાવી તેનાં ન્યુડ ફોટા વાઈરલ કરવાની ધમકીઓ આપી ૫૦ હજાર પડાવ્યા

ચેતવણીરૂપ કિસ્સો : એન્જીનિયરે જાળમાં ફસાવી તેનાં ન્યુડ ફોટા વાઈરલ કરવાની ધમકીઓ આપી ૫૦ હજાર પડાવ્યા

અમદાવાદ: સોશિયલ મીડિયાનાં માધ્યમથી યુવાનો તથા યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે અશ્લીલ વાતો કરીને તેમનાં ફોટા તથા માહિતી મેળવ્યા બાદ નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાની ધમકીઓ આપીને તેમની પાસેથી રૂપિયા પડાવવાનું  વ્યવસ્થિત  ષડયંત્ર ચલાવતાં શખ્સો હાલમાં ખૂબ જ સક્રિય છે. આવાં શાતિર દિમાગ ધરાવતાં શખ્સો એકાઉન્ટસ બંધ કરી દીધા છતાં તમામ માહિતી ધરાવી ભોગ બનનારનો કોઈને કોઈ રીતે સંપર્ક કરતાં હોય છે અને પોતાની લાજ બચાવાં ભોગ બનનાર યુવાનો તેમને સતત રૂપિયા આપતાં જ રહે છે.


આવી જ વધુ એક ફરીયાદ શહેર સાયબર ક્રાઈમમાં નોંધાઈ છે. એન્જીનિયરનું ભણતાં યુવાન સાથે ફેસબુક ઊપર યુવતીનાં નામે ચેટીંગ કર્યા બાદ તેના ન્યુડ ફોટા મેળવી લીધા હતા. બાદમાં યુવાનને ફોટા વાઈરલ કરવાની ધમકી આપી તેની પાસેથી અલગ અલગ માધ્યમથી કુલ રૂપિયા ૫૦ હજાર જેટલી રકમ પડાવી લેવાની
ઘટના બનતાં સનસનાટી મચી છે.

એક મોટી વીજ કંપનીમાં આસીસ્ટન્ટ એન્જીનિયર તરીકે ફરજ બજાવતો યુવાન વર્ષ ૨૦૧૧માં ભણતો હતો એ સમયે ફેસબુક ઊપર સંજય શાહ નામનું એકાઉન્ટ ધરાવતો હતો. ત્યારે તેને શ્રેયા પટેલ નામની યુવતી સાથે ફેસબુક પર પરીચય કેળવાયો હતો. જે આગળ વધતાં સંજય શાહનાં નામે બનાવેલાં એકાઉન્ટમાંથી યુવાને પોતાનાં ન્યુડ ફોટાં તેને મોકલ્યાં હતાં.

આ ફોટા મેળવવાનાં થોડાં દિવસમાં જ શ્રેયા પટેલ નામનું એકાઉન્ટ ધરાવતી વ્યÂક્ત આ યુવાન પાસે રૂપિયાની માંગણી કરી હતી અને જા ના આપે તો તેનાં ન્યુડ ફોટા વાઈરલ કરવાની ધમકીઓ આપી હતી. ગભરાઈ ગયેલાં યુવાને એ મનસુરી શબ્બીરહુસેન નામનાં બેંક એકાઉન્ટમાં ૧૫ હજાર રૂપિયા ભરી દીધા હતા. બાદમાં પોતાનું એકાઉન્ટ બંધ કરી દીધું હતું.

બાદમાં એન્જીનિયર યુવાન પોતાનાં અસલી નામે ફેસબુક પર એકાઊન્ટ બનાવ્યું હતું. જાકે બ્લેકમેલરે તેને ત્યાં પણ શોધી નાંખ્યો હતો. વર્ષ ૨૦૧૪માં તેને અનુષ્કા શર્મા, શિવાની શાહ, મહેરખાન અને નિશા શાશહ જેવા આઈડી પરથી મેસેજા કરી ફરી ધમકીઓ આપવા લાગ્યા હતાં. અને આ વખતે ગેમની ચીટસનાં રૂપમાં નાણાં માંગ્યા હતાં. બ્લેકમેલરે તેને ચીટસ વેચવાવાળાનાં નંબર આપ્યા હતા. જેનાં ઉપર સંપર્ક કરી એન્જનિયર યુવાનને પાલડી ખાતે મળવા બોલાવી ત્યાં પણ રૂપિયા પડાવ્યા હતાં. તેમ છતાં આ યુવાને કોઈ ફરીયાદ નોંધાવી ન હતી.

બાદમાં ગત વર્ષે ફરીથી ઝેડ.બી.ખાન નામનાં યુઝરે તેનો સંપર્ક સાધી ધમકીઓ આપતાં એન્જનિયરે સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી. યુવાનની કથની સાંભળી સાયબર ક્રાઈમ પણ ચોંક્યું હતું. અને બ્લેક મેલરોને ટ્રેસ કરવાનું શરૂ કર્યું છે. અત્રે ઊલ્લેખનીય છે કે હાલનાં સમયમાં સ્માર્ટ ફોન, સ્માર્ટ એલ.ઈ.ડી કે લેપટોપ જેવાં સાધનોને હેક કરીને હેકરો કેમેરા અને માઈકનાં ઊપયોગથી અંગત વિડીયો પણ બનાવી લેતાં હોય છે. ત્યારે આ સોશિયલ મીડિયાનાં માધ્યમથી સંપર્કમાં આવતાં લોકોએ પણ પોતાની અંગત માહિતી શેર કરવાનું ટાળવાનું તંત્ર દ્વારા પણ વારંવાર ચેતવણી આપવામાં આવતી હોય છે. તેમ છતાં અતિ ઊત્સાહી યુઝરો પોતાની તમામ વિગતો જાહેર કરી આવાં બ્લેકમેલરો અને ગઠીયાઓ ભોગ બને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.