Western Times News

Gujarati News

ઓઢવ સરણીયાવાસમાં ચાલતાં મોટાં કુટણખાના પર દરોડો પાડી નવ યુવતીઓને છોડાવાઈ

બે મહિલા દલાલો અને ગ્રાહકો વિરુદ્ધ ફરિયાદ દાખલ

અમદાવાદ: ઓઢવમાં આવેલાં સરણીયાવાસમાં દરોડો પાડી પોલીસે લોહીનો વેપાર કરતી મહીલાઓ, ગ્રાહકો અને દલાલોને ઝડપી લીધા છે. પોલીસનો દરોડો પડતાં જ કુટણખાનામાં નાસભાગ મચી હતી અને કેટલાંય શખ્સોએ દોડધામ કરતાં પોલીસે ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન રૂમોમાંથી કેટલાંક શખ્સો કઢંગી હાલતમાં ઝડપાયા હતા. પોલીસે મહિલા દલાલો દ્વારા રૂપિયાની લાલ આપી બોલાવાયેલી ૯ યુવતીઓને આ કુટણખાનામાંથી છોડાવી હતી.


સમગ્ર ઘટનાની વિગત એવી છે કે છેલ્લાં ઘણાં સમયથી ઓઢવ વિસ્તારમાં આવલાં સરણીયાવાસમાં બે મહિલા દલાલો ધનીબેન શંકરભાઈ સરણીયા અને લક્ષ્મીબેન વિનોદભાઈ સરણીયા પોતાની રૂમોમાં મોટાં પ્રમાણમાં કુટણખાનું ચલાવતી હતી અને મહિલા દલાલો બહાર ગામથી યુવતીઓને બોલાવી તેમની પાસે લોહીનો વેપાર કરાવતી હતી.

તેમની આ પ્રવૃત્તિઓને કારણે આસપાસનાં રહીશોમાં પણ વ્યાપક ફરીયાદો ઉઠી હતી. અને તમામે વિરોધ કરવા છતાં આ કુટણખાનું બેરોકટોક ચાલતું હતું. અનૈતિક પ્રવૃત્તિઓને કારણે લુખ્ખા અને આવારાં તત્ત્વોની  અવરજવર વધતાં વિસ્તારની અન્ય મહિલાઓનું પણ ઘરની બહાર નીકળવાનું દોહયલું બન્યું હતું. જેની જાણ પોલીસને થતાં જ બુધવારે સાંજે સાડા આઠ વાગ્યાનાં સુમારે ઓઢવ પોલીસની ટીમો મહિલા કર્મચારીઓ સાથે ત્રાટકી હતી.

અચાનક જ આવેલી પોલીસને જાઈ હાજર તમામ શખ્સો ચોંકી ગયા હતા. અને પોલીસે તમામની અટકાયત કરી હતી. આ ઊપરાંત સરણીયાવાસમાં રૂમોની તપાસ કરતાં કેટલાંક ગ્રાહકો પણ કઢંગી હાલતમાં ઝડપાયા હતા. પોલીસે કુલ નવ જેટલી યુવતીઓને અહિંથી છોડાવ્યા બાદ બંને મહિલા દલાલો તથા ગ્રાહકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.