ગુજરાતમાં ઠંડીનો કહેરઃ ઉત્તરભારતમાં ઠંડીથી ૭ તથા ઝારખંડમાં ૧પના મોત
ગીરનાર પર્વત પ.૬ તથા અમરેલી ૮.૬ સાથે ઠંડુગારઃ દિલ્હીમાં કાતિલ ઠંડી તથા ધુમ્મસ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: છેલ્લા એક જ સપ્તાહથી ઠંડા પવનો તથા ઠંડીથી ગુજરાતની લોકોનું જનજીવન ઠપ્પ કરી નાંખ્યુ છે. વાતાવરણમાં પલટો આવવાના કારણે ઠંડીનું પ્રમાણ આંશિક ઘટતા તેમજ ઠંડા પવનને કારણે ઠંડી વધુ લાગે છે. સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટો આવવાને કારણે પારો ગગડ્યો છે. ઠંડીને
કારણે લોકો ઠુંઠવાઈ રહ્યો છે. જામનગરમાં ઠંડીની સાથે સાથે ભૂકંપના બે આંચકા આવવાને કારણે લોકો ભયભીત બન્યા છે.
ઉત્તર ભારત, હિમાચલ પ્રદેશ તથા કાશ્મીરમાં ભારે હિમવર્ષા થવાને કારણે ં તેને કારણે કોલ્ડવેવની અસર જણાશે . સતત થતી હીમવર્ષાથી વચ્ચે પર્યટકોએ નવવર્ષની ઉજવણી ભારે હતી. બરફ સાથે મસ્તી માણવાનો આનંદ પર્યટકોના ચહેરા ઉપર જાવા મળતો હતો. ગુજરાતની મોટાભાગના શહેરોની જનતા ઠંડીથી ઠુંઠવાઈ રહી છે. જનજીવન પર પણ અસર પડી રહી છે. અમરેલીમાં પારો ૮.૬ ઉપર રાજકોટમાં પારો ૮.૭ દર્શાવે છે. જ્યારે ગીરનાર પર્વત પર ૪.પ ડીગ્રી નોંધાયુ છે. બરફીલા પવનોને કારણે લોકો ઘર બહાર નીકળવાનું પસંદ કરતા નથી. જેને કારણે રાજમાર્ગો પર ટ્રાફિક નહીંવત જણાય છે.
ગુજરાત ઉપરાંત સમગ્ર ઉતર ભારત ઠંડીથી ઠુંઠવાઈ રહ્યુ છે. કેદારનાથ, બદ્રીનાથ વગેરે ઐતિહાસિક સ્થળો પર હજુ પણ ભારે હિમવર્ષા થઈ રહ્યાના અહેવાલ છે. લખનૌમાં ઠંડીને કારણે લખનૌમાં ર૪ કલાકમાં ૮ મોત થયા છે. દિલ્હીમાં કાતિલ ઠંડી તથા ભારે ધુમ્મસને કેર વરતાઈ રહ્યો છે. ગરમ વ†ો છતાં પણ ઠંડી નથી ધૃજતા લોકો નજરે પડે છે. રસ્તા પર ધુમ્મસને કારણે ટ્રાફિક ઓછો જણાય છે. વાહન વ્યવહાર પર ઘેરી અસર પણ પડી છે. રેલ્વે વ્યવહારને પણ ગંભીર અસર પહોંચી હોવાનું જાણવા મળે છે. લોકોની પરેશાની પણ વધી ગઈ છે.
શ્રીનગરમાં ભારે હિમવર્ષાને કારણે ડાળ બરફથી થીજી ગયુ . જનજીવન પણ ઠપ થઈ ગયુ છે. ઉતરભારતની સાથે સાથે રાજસ્થાન તથા પણ ઠ્ડીનું જાર યથાવત રહ્યુ છે. રાજસ્થાન સિકરમાં પારો ૧ ડીગ્રી નોંધાયો છે. જ્યારે મનાલીમાં તાપમાન ૦ ડીગ્રીથી નીચે હોવાનું તથા કૈલંબોમાં ર તાપમાન નોંધાયુ છે. ઝારખંડમાં પણ ઠંડીનો કેર ચાલુ છે. માત્ર ર૪ કલાકમાં ઠંડીને કારણે ૧પ મોત થયા છે. ગુજરાતના કેટલાંક શહેરોમાં ગરમીનો પારો આ પ્રમાણે નોંધાયો છે. ભૂજમાં ૮.ર, નલીયામાં ૯.૧, ડીસા ૧૧.૭, અમરેલી ૮.૬, રાજકોટ ૮.૭, ગીરનાર પર્વતન પ.૬ ગાંધીનગર ૧ર.ર, અમદાવાદ ૧ર.૮ નોંધાયુ છે.