ભુજના તત્કાલીન નાયબ કલેક્ટર સામે આ કારણસર કરાઈ ફરિયાદ
(એજન્સી)ભુજ, સરકારી કિંમતી જમીનના મામલે સરકારને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ પૂર્વ કલેક્ટર સહિત અનેક અધિકારીઓ સામે કાર્યવાહી થયા બાદ વધુ એક જમીન કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે. હવે ભુજના તત્કાલીન નાયબ કલેકટર ડી. જે. જોષી સામે ભુજ, માધાપર, પધ્ધર અને કનૈયાબે સ્થિત આવેલી જમીનનોમાં સરકારના નિયમોને નેવે મુકીને ગેરકાયદે હુકમો
કરીને સરકારને રૂપિયા ૭૯,૬૭,૫૫૫નું આર્થિક નૂકશાન પહોચાડવા સબબ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે. ભુજ ગ્રામ્ય મામલતદાર ભરતકુમાર નવીનચંન્દ્ર શાહએ ભુજના નિવૃત પ્રાંત અધિકારી નાયબ કલેકટર ડી.જે. જોષી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવ ગત ૨૮ માર્ચ ૨૦૦૭થી ૩૦ એપ્રિલ ૨૦૦૮ દરમિયાન બન્યો હતો. આરોપીએ પોતાના ફરજ કાળ દરમિયાન માધાપરના
અરજદાર રામજી સામજી પીંડોરિયાની માધાપર સીમ સર્વે ૧૦૪૪ અને નવા સીમ સર્વે નંબર ૩૬૫/૧ એકર ૭.૩૦ ગુંઠા જમીન શ્રી સરકાર હોઇ જે જમીન દબાણ નિયમબદ્ધ કરી આપવા જમીન અરજદારને વિના મુલ્ય આપી સરકારને ૨૩,૫૪,૪૦૦નું નુકસાન પહોંચાડયું હતું.