અયોધ્યા સહિત યુપીના ૧૭ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ
એજન્સી)લખનૌ, ઉત્તર પ્રદેશમાં અયોધ્યા, પીલીભીત, બરેલી, આઝમગઢ અને હરદોઈ સહિત ૧૭ જિલ્લામાં પૂરની સ્થિતિ છે. નદીઓના જળસ્તરમાં સતત વધારો અને ઘટાડો થઈ રહ્યો છે. બરેલીની બહગુલ નદીનું જળસ્તર વધતા ઘણાં ગામો પ્રભાવિત છે. પૂરના કારણે ડૂબી જવાથી બે બાળકો સહિત કુલ ચાર લોકોના મોત થયા છે.
Severe floods ravage villages in Uttar Pradesh
Follow us on Odysee: https://t.co/c0xwhsedAe pic.twitter.com/QGeGKJZD3V
— RT (@RT_com) July 15, 2024
બદાયુના દાતાગંજમાં રામગંગા નદીમાં પાણીની આવક થતા શાહજહાંપુર-લખનઉ રોડ બંધ કરાયો હતો. ફર્રુખાબાદમાં પણ રામગંગા ખતરાના નિશાનની નજીક પહોંચી ગઈ છે. અમૈયાપુરમાં પૂરના કારણે અનેક ગામોનો વાહનવ્યવહાર ખોરવાયો છે.
પ્રયાગરાજ, વારાણસી મિર્ઝાપુર, કાનપુરમાં ગંગાનું જળસ્તર વધી રહ્યું છે. સંત કબીરનગરમાં રાપ્તી નદીએ ખતરાના નિશાનને પાર કરી લીધું હતું. સંત કબીરનગર તેમજ દેવરિયામાં સરયૂ ખતરાના નિશાનની નજીક પહોંચી ગઈ છે. આઝમગઢ, મઉ અને બલિયામાં સરયુના જળ સ્તરમાં થોડો ઘટાડો થયો હતો. પરંતુ તે હજુ પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે.
વારાણસી અને મિર્ઝાપુરમાં ગંગાનું જળસ્તર વધી રહ્યું છે. પૂર અને ધોવાણના ભયને ધ્યાનમાં રાખીને નદીકાંઠાના વિસ્તારોના લોકો સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી રહ્યા છે.