ખેતરમાંથી ૧ર ફુટ મહાકાય અજગર પકડાયો
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા તાલુકાના નવાનાના ગામના આજે ખેડૂત કાંગવા સોમાભાઈ ધનાભાઈના ખેતરમા બપોરના સમયે ખેતીકામ કરી રહ્યા હતા ત્યારે મકાઈમાં ઉભા પાકમાં મહાકાય અજગર દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો. ઓચિંતા મહાકાય અજગરને જોતા લોકોની ખેતરમાં દોડધામ મચી ગઇ હતી.
તુરત ખેડબ્રહ્મા વન વિભાગ ને જાણ કરતા આર.એફ.ઓ.ભાટીની સુચના મુજબ વન વિભાગ ટીમ વિહોલાભાઈ સહીત ધટના સ્થળે આવી પહોંચ્યા હતા અને એક કલાક ની જહેમત બાદ મહાકાય ૧૨ ફૂટના અજગરને પકડી કંતાનના કોઠળામાં પુરી જંગલ વિસ્તારમાં છોડી દેતા લોકોએ રાહતનો દમ લીધો હતો.