આસામ સરકારે વિશેષ રજા માટે નવા પ્રકારની યોજનાની જાહેરાત કરી
સાસુ-સસરા અથવા માતા-પિતા સાથે સમય પસાર કરો તો મળશે રજાનો લાભ
દીસપુર, આસામ સરકારે તેના સરકારી કર્મચારીઓ માટે આજે ગુરુવારે વિશેષ રજા યોજનાની જાહેરાત કરી છે, જેના હેઠળ તેઓ તેમના માતા-પિતા અને સાસુ-સસરા સાથે સમય વિતાવી શકે છે.
આ યોજનાનો ઉદ્દેશ્ય પારિવારિક સંબંધોને મજબૂત કરવાનો અને કર્મચારીઓને તેમના પરિવાર સાથે સમય પસાર કરવાની તક પૂરી પાડવાનો છે. આ વાત છે ઉત્તર-પૂર્વીય રાજ્ય આસામની. જ્યાંના મુખ્યમંત્રી કાર્યાલયએ જણાવ્યું કે, આ વિશેષ રજાનો ઉપયોગ વ્યક્તિગત મનોરંજન માટે કરી શકાતો નથી અને જે કર્મચારીઓના માતા-પિતા અથવા સાસુ-સસરા નથી તેઓને આ રજા મળશે નહીં.
આસામ સરકારે તેના કર્મચારીઓને માતા-પિતા અથવા સાસરિયાઓ સાથે સમય પસાર કરવા માટે નવેમ્બરમાં બે દિવસની વિશેષ કેઝ્યુઅલ રજાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી કાર્યાલય એ ગુરુવારે જણાવ્યું હતું કે, વ્યક્તિગત મનોરંજન માટે વિશેષ રજાનો ઉપયોગ કરી શકાતો નથી અને જે કર્મચારીઓના માતા-પિતા અથવા સાસરિયાં નથી તેઓ આ રજા માટે હકદાર રહેશે નહીં.
સીએમઓએ ઠ પર એક પોસ્ટમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વની આસામ સરકારે ૬ અને ૮ નવેમ્બર ૨૦૨૪ના રોજ રાજ્ય સરકારના કર્મચારીઓને તેમના માતા-પિતા અથવા સાસુ-સસરા સાથે સમય સમય પસાર કરવા માટે વિશેષ કેઝ્યુઅલ રજા આપવાની જાહેરાત કરી છે.” વધુમાં જણાવ્યું છે કે, આ રજાઓનો ઉપયોગ માત્ર વૃદ્ધ માતા-પિતા અથવા સાસુ-સસરાઓ સાથે સમય પસાર કરવા માટે થવો જોઈએ અને વ્યક્તિગત મનોરંજન માટે નહીં, જેથી તેઓનો આદર કરી શકાય અને કાળજી રાખી શકાય.”
સીએમઓએ જણાવ્યું કે, આ રજાઓ ૭ નવેમ્બરે છઠ પૂજા, ૯ નવેમ્બરે બીજા શનિવારની રજા અને ૧૦ નવેમ્બરે રવિવારની રજા સાથે લઈ શકાય છે. વધુમાં જણાવ્યું કે, આવશ્યક સેવાઓમાં કામ કરી રહેલા કર્મચારીઓ આ રજાઓ તબક્કાવાર લઈ શકે છે. મુખ્યમંત્રી શર્માએ ૨૦૨૧માં પદ સંભાળ્યા પછી સ્વતંત્રતા દિવસ પરના તેમના પ્રથમ ભાષણમાં આ વિશેષ રજાઓની જાહેરાત કરી હતી.