Western Times News

Gujarati News

વિવિધ પોસ્ટલ યોજનાઓ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની સમીક્ષા બેઠક યોજાઈ

ગાંધીનગર ડિવિઝનના વરિષ્ઠ ડાક અધીક્ષકની અધ્યક્ષતામાં યોજાઈ હતી

 ગાંધીનગર ડિવિઝનના વરિષ્ઠ ડાક અધીક્ષકશ્રી પિયુષ રાજક (IPoS) ની અધ્યક્ષતામાં પોસ્ટ ઓફિસની વિવિધ  સેવાઓ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કામગીરીની સમીક્ષા માટે તારીખ 14 જુલાઈ 2024 ના રોજ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ડિવિઝનના નાયબ અધિક્ષક શ્રી કે એમ દેસાઈઉપ વિભાગીય અધિકારીશ્રીઓઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ના શાખા પ્રબંધકો અને ડાક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમારંભની શરૂઆતમાં નાયબ અધિક્ષક શ્રી કે. એમ. દેસાઈએ ટપાલ સેવાને લાગતી વિવિધ યોજનાઓ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કામગીરીના કાર્ય વિસ્તરણ અને દરેક સામાન્ય જન ને તેનાથી લાભાન્વિત કરવા સારુ આવનારા દિવસોમાં યોજાનાર સ્પેશ્યલ ડ્રાઇવનો વિગતે ચિતાર આપ્યો.

વરિષ્ઠ અધિક્ષકશ્રી પિયુષ રાજકે તા. 01.04.2024 થી આજ દિન સુધી વિવિધ પોસ્ટલ બચત યોજનાઓમાં થયેલ કામગીરીની વિગતે સમીક્ષા કરી અને આવનારા દિવસોમાં બચત યોજનાઓ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા પ્રવર્તમાન સેવાઓથી વધુમાં વધુ લોક સમૂહને લાભાન્વિત કરવા માટેની વ્યૂહ રચનાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો.

કર્મચારીઓએ સેવા માટે જાગૃતિ વધારવા માટે અલગ-અલગ યોજનાઓ અને ગ્રામીણ વિસ્તારોમાં આઈપીપીબીની સેવાઓની પહોંચ વધારવા પર ચર્ચા કરવામાં આવી.

નોંધનીય છે કે ભારતીય ટપાલ વિભાગ પોતાના વિશાળ નેટવર્ક દ્વારા છેવાડાના વ્યક્તિ સુધી વિવિધ મેલ સેવાઓ ઉપરાંત નાગરિકોને તેમની બચત ઉચ્ચ વ્યાજદરે અને નાણાકીય સલામતી સાથે પૂરી પાડી રહેલ છે. ભારતીય ટપાલ વિભાગ પોતાની વિવિધ બચત યોજનાઓ થકી નાગરિકોને બચત માટેના વિવિધ વિકલ્પો સાથે સેવા પ્રદાન કરી રહ્યું છે

જ્યારે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક પોતાના બેઝિક સેવિંગ એકાઉન્ટપ્રીમિયમ સેવિંગ એકાઉન્ટ તેમજ વિવિધ સામાન્ય વીમા યોજનાઓ ગ્રાહકોને પૂરી પાડી રહેલ છે જેમાં તાજેતરમાં જ લોન્ચ થયેલ અકસ્માત વીમા ની યોજનાઓને બહોળો જન પ્રતિસાદ મળ્યો છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક પોતાના ગ્રાહકોને તેમના ઘરે જઈને પોતાની વિવિધ સેવાઓ પ્રદાન કરી રહેલ છે. એક નાની રકમના અકસ્માત વિમાના પ્રીમિયમ થકી નાગરિકો પોતાને અકસ્માતથી થનારા ભાવી નુકસાનોથી સલામત કરી શકે છે.       

બેઠકના અંતેવરિષ્ઠ ડાક અધીક્ષકશ્રીએ તમામ અધિકારીઓને અને કર્મચારીઓને સેવામાં વધુ ગતિશીલતા અને પ્રભાવશીલતા લાવવાની તાકીદ કરી અને તેમના પ્રયાસોની પ્રશંસા કરી.

     આ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો અને સુચનોને અમલમાં મૂકવા માટે જુલાઈ મહિનામાં આગામી દિવસોમાં વિવિધ સ્પેશિયલ ડ્રાઇવ નું આયોજન કરવામાં આવનાર છે તો જાહેર જનતાને ભારતીય ટપાલ વિભાગની વિવિધ સ્કીમોનો લાભ લેવામાં આહ્વાન કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.