Western Times News

Gujarati News

અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ : અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

File

મીઠાખળી અંડરપાસ બંધ કરવામાં આવ્યો

(દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ,  ગુજરાત માથે એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 20 જુલાઈ સુધી અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મીઠાખળી અંડરપાસ

ત્યારે આજે અમદાવાદમાં પણ બપોરે 12 વાગ્યા બાદ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને ઉતરઝોન માં ભારે વરસાદ પડ્યો છે તેમજ કુબેરનગર , સરદાર નગર, સૈજપુર ગરનાળા વિસ્તારમાં પાણી ભરાતા નાગરિકો ને ભારે હાલાકી થઈ છે. શાળાઓ છૂટવાના સમયે જ વરસાદ થયો હોવાથી વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા.

 અમદાવાદ શહેરના વાતાવરણમાં 12 વાગ્યા બાદ અચાનક પલટો આવ્યો છે.તેમજ ચાંદખેડા, ન્યુ રાણીપ, જગતપુર, નરોડા, સરદારનગર, કોતરપુર, એરપોર્ટ, ઇન્દિરાબ્રિજ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં હીરાવાડી, બાપુનગર, કુબેરનગર, સરદારનગર એરપોર્ટ વિસ્તારમાં પાણી ભરાયા છે.

સૈજપુર અંડરપાસ

શહેરમાં 30 મિનિટથી વરસાદ શરૂ થતાની સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાના શરૂ થયા છે. સૈજપુર ટાવરમાં વરસાદી પાણી ભરાતા વાહનો બંધ પડ્યા હતા. સૈજપુર, કુબેરનગર, સરદારનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો પણ આવી છે.

શહેરના આશ્રમરોડ, ઉસ્માનપુરા, જમાલપુર, લાલદરવાજા, પાલડી, ઇન્કમટેક્સ, વાડજ, રિવરફ્રન્ટ  સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. સ્કૂલ-કોલેજ છૂટવાના સમયે વરસાદ શરૂ થતાં વિદ્યાર્થીઓ અટવાયા છે કેટલાક વિસ્તારોમાં નાના ભૂલકાઓને ઘરે લઈ જતા વાહનો બંધ પડતા વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદમાં બપોરે એક વાગ્યા સુધી મધ્યઝોનમાં એક ઇંચ અને ઉતરઝોન માં પણ બે ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે સરેરાશ વરસાદ પોણો ઇંચ થયો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.