Western Times News

Gujarati News

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ વરસાદ

પ્રતિકાત્મક

રાજ્યના પાંચ તાલુકાઓમાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૩૧ ટકાથી વધુ : સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ૪૯.૭૪ ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૦૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ વરસાદ નોંધાયો છે. Surat District Umarpada Taluka 14 inch rain

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૬ જુલાઈ-૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ૭ ઇંચ, નર્મદા જિલ્લાના ગરુડેશ્વર, નાંદોદ  તાલુકામાં ૫-૫ ઇંચ કરતા વધુ તેમજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં અને નવસારીના ચિખલી તાલુકામાં ૪ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

         ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૩૧.૯૩ ટકા નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ ૩૯.૭૪ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છ ઝોનમાં ૩૯.૧૦ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૭.૬૫, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં ૨૨.૨૬ જયારે ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૧.૫૨ ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.                  

   આ ઉપરાંત લીલાયામહુવાવિજયનગરસાવરકુંડલાગોધરાપલસાણા તાલુકામાં ૩ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જયારે સિનોરઅમરેલીગોંડલરાધનપુરઆણંદભિલોડાતારાપુરનવસારીહિમંતનગરવિસાવદરલખતરજેસર અને અંજાર તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. મેઘરજમહેસાણાબેચરાજીમુન્દ્રાકરજણઅમદાવાદ શહેરઈડરજલાલપોરતળાજાખંભાતસંતરામપુરલીંબડીવઢવાણગળતેશ્વરપેટલાદ અને વસો તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.  

    આ ઉપરાંત સિદ્ધપુરભુજગાંધીધામસાવલીમહેમદાવાદસંજેલીજાફરાબાદબાવળાપ્રાંતિજકોડીનારવાઘોડિયાનડીઆદખાનપુરકેશોદધોળકાસોજીત્રાસાણંદસંખેડાખેરાલુ અને સમી તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. જયારે જુનાગઢ, જુનાગઢ શહેરબોડેલીવંથલીડેડીયાપાડાડેસરધારીમાંગરોળકલ્યાણપુરબગસરામાલપુરવીરપુરજોટાણાદેહગામસુબીરલુણાવાડાફતેહપુરચુડાચાણસ્માઝાલોદમાતરવિસનગર જેતપુર અને માંડલ એમ કુલ ૨૧ તાલુકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.                                                 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.