IIM સંબલપુર પહેલી વખત નાના વ્યવસાયના માલિકોને સ્થાનિક ભાષામાં સલાહ સૂચન આપશે
સંબલપુર, 15 જુલાઈ, 2024: સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખીને વ્યવસાયમાં પરિવર્તન અને પ્રોત્સાહન માટે, આઈઆઈએમ સંબલપુરે SIDBIના સહયોગથી પશ્ચિમ ઓડિશાના માસ્ટર વીવર્સ માટે 12-દિવસના વીકેન્ડ સર્ટિફિકેટ પ્રોગ્રામ ‘સ્મોલ બિઝનેસ મેનેજમેન્ટ ટ્રેઈનિંગ પ્રોગ્રામ‘ કાર્યક્રમની બીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું. IIM Sambalpur to offer mentoring to Small Business Owners in the vernacular language.
સેન્ટર ફોર રિસ્પોન્સિબલ બિઝનેસના નેજા હેઠળ આયોજિત, આ કાર્યક્રમ ડિઝાઇન, ડિજિટલ માર્કેટિંગ, GST, નાણાકીય વ્યવસ્થાપન, સંચાલન અને સંચાર કૌશલ્ય સહિતના વિવિધ વિષયો પર કેન્દ્રિત છે. ફ્લિપકાર્ટ, એમેઝોન અને ઓએનડીસી જેવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા માર્કેટનો વ્યાપ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરતા આ કાર્યક્રમમાં આશરે 25 જેટલા માસ્ટર વીવર્સ તાલીમ લઈ રહ્યા છે.
આઈઆઈએમ સંબલપુરના ડિરેક્ટર, પ્રો. મહાદેવ જયસ્વાલે ભારતના સ્વદેશી હેન્ડલૂમ ઉદ્યોગને સ્વીકારવા અને ટેકો આપવા માટે સંસ્થાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બ્રિટિશ શાસન પહેલાં, ભારતમાં વિશ્વના 25% કાપડનું ઉત્પાદન થતું હતું, જે વર્તમાન પરિસ્થિતિથી તદ્દન વિપરીત છે, જ્યાં આ યોગદાન ઘટીને 3%થી પણ ઓછું થઈ ગયું છે.
પ્રો. જયસ્વાલે વધુમાં જણાવ્યું હતું કે, “અમે માનીએ છીએ કે કાપડ ઉદ્યોગ ભારતના વિકાસ માટે નિર્ણાયક છે. માર્કેટિંગ અને વિતરણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે, અમે ફ્લિપકાર્ટ સાથે ભાગીદારી કરીને પહેલું પગલું ભર્યું હતું. જો કે, અમને ટૂંક સમયમાં સમજાયું કે અમારા કુશળ માસ્ટર વણકર અને કારીગરોને વ્યવસાયિક તાલીમ આપવા માટે GST અને ઇન્વૉઇસિંગ, માર્કેટિંગ જેવા ક્ષેત્રોમાં મૂળભૂત વ્યવસાય જ્ઞાનની જરૂર છે અને તમામ ફેકલ્ટી અને તમામ ફેકલ્ટી ઓડિયા ભાષામાં માર્કેટિંગ મેનેજમેન્ટ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, ઓપરેશન્સ અને સ્ટ્રેટેજી સહિતના વિષયો શીખવે છે. આ આરંભિક પ્રયાસ આઈઆઈએમ સંબલપુરને સ્થાનિક ભાષામાં વ્યવસાયિક શિક્ષણ આપનારી ભારતની પ્રથમ મેનેજમેન્ટ સંસ્થા બનાવે છે, જેનું ફોકસ સ્થાનિક ઉદ્યોગોને મદદરૂપ થવાનો છે. ”
પ્રો. જયસ્વાલે વધુમાં જણાવ્યું હતું કે, “તાલીમનો આગામી તબક્કો બજારના સર્જનમાં તેમની કુશળતાને વધારવા માટે તૈયાર કરાયો છે. અભ્યાસક્રમમાં માર્કેટિંગના પાંચ P (ઉત્પાદન, કિંમત, સ્થાન, પ્રમોશન અને લોકો) અંગે સૂચના અને વૈશ્વિક બજારના વલણોની શોધનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે, ઇન્ક્યુબેશન સપોર્ટ જરૂરી માનવામાં આવે છે. તેને જોતાં, વૈશ્વિક ઉત્પાદન માર્કેટિંગને ધ્યાનમાં રાખીને સ્ટાર્ટઅપની શરૂઆત કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. અંતિમ ઉદ્દેશ્ય વૈશ્વિક મંચ પર ભારતના વણાટ ઉદ્યોગને ઉન્નત કરવા પર વિશેષ ભાર સાથે સિલિકોન વેલીની તર્જ પર ‘બંકર વેલી‘ સ્થાપિત કરવાનો છે.”
સંબલપુરના ડીએમ અને કલેક્ટર શ્રી. અક્ષય સુનિલ અગ્રવાલે ભારતમાં ટકાઉપણુાના પડકારોને સમજવાના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, “ત્યાં નોંધપાત્ર જનરેશન ગેપ પ્રવર્તે છે, અને આપણો ઉદ્દેશ્ય માત્ર ટકી રહેવાનો જ નહીં પણ વિકાસ કરવાનો હોવો જોઈએ. બજારની માગ અને ટ્રેન્ડની સમજણ તેમજ માહિતી અને આર્થિક અસમાનતાઓ વચ્ચેના અંતરને સમજવું મહત્વપૂર્ણ છે. સંબલપુર જેવા સ્થળના કારીગરોની સમૃદ્ધિ કાર્યક્ષમ માર્કેટિંગ, ઉત્પાદનોના પેકેજિંગ અને ફેશન ટ્રેન્ડ્સની જાગૃતિ પર આધારિત છે. આ પ્રકારની પહેલ, જેમાં ફીડબૅક અને ઇન્ટરેક્ટિવ સેશન્સનું સંયોજન છે, તે પડકારોનો સામનો કરવામાં અને ઉકેલો ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.”
હેન્ડલૂમમાં રાષ્ટ્રીય પુરસ્કાર (2015)થી સમ્માનિત અને વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલના પુરસ્કૃત (UNESCO- 2018 ) શ્રી રામક્રિષ્ન મહેરે જણાવ્યું હતું કે , “વિશ્વભરમાંથી ઘણા કલાકારો અને વૈજ્ઞાનિકો વણાટની કળા શીખવા માટે આ પ્રદેશમાં આવ્યા છે. જો કે, આ વણાટની તકનીક કોઈપણ મશીનરી અથવા કમ્પ્યુટરનો ઉપયોગ કરીને કરી શકાતી નથી. તે ફક્ત વણકર દ્વારા જ શક્ય છે. આઈઆઈએમ સંબલપુર વણકરોને તાલીમ આપવા અને તેમના ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચવામાં મદદ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. આઈઆઈએમ સંબલપુરની પહેલ દ્વારા, વણકરોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યા છે. તેનાથી વણાટની સંસ્કૃતિને જાળવવામાં, પરંપરાને આગળ વધારવામાં અને વણકરોના સશક્તિકરણમાં મદદ મળી છે.”
રાષ્ટ્રીય પુરસ્કાર (1991)થી સમ્માનિત અને ત્રણ વખત યુનેસ્કો પુરસ્કાર વિજેતા ડો. સુરેન્દ્ર મહેરે જણાવ્યું હતું કે, “સંબલપુરી વણાટની કળા ભારત અને વિશ્વમાં એક અલગ ઓળખ ધરાવે છે. તે તાજેતરની કળા નથી પણ તેનો ઈતિહાસ 14મી સદી સુધી લંબાય છે. સાંબલપુરી વણાટ વણકરોની બૌદ્ધિક સંપત્તિ છે. સાંબલપુરી સાડીઓ ઉપરાંત, આ પ્રદેશની સંસ્કૃતિ, પરંપરાઓ અને પ્રથાઓ ઊંડાણપૂર્વક વણાયેલી છે. વણાટની કળામાં વણકરોનું સ્થાન કોઈ મશીન લઈ શકતું નથી. ડો. મેહરે વણકરોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સાડીઓ બનાવવા અને વણાટ કલાની ગરિમા જાળવી રાખવાની સલાહ આપી હતી. આઈઆઈએમ સંબલપુર વણકર સમુદાયના જીવનમાં પરિવર્તન લાવવા અને ઓડિશાના સમૃદ્ધ વારસાને સુરક્ષિત કરવામાં અભિન્ન ભૂમિકા ભજવી રહ્યું છે.”
અગાઉ પ્રો.સુમિતા સિંધીએ સ્વાગત પ્રવચન આરપ્યું હતું. પ્રો. ભૈરબ ચંદ્ર પાત્રાએ આપેલા આભારવિધી સાથે સત્રનું સમાપન થયું.