Western Times News

Gujarati News

સોલામાં 30 MLD ક્ષમતાનો તથા જગતપુરમાં ૧૫ MLD ક્ષમતાનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરીનો પ્રારંભ

પ્રતિકાત્મક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉતર પશ્ચિમ ઝોનના સોલા વિસ્તારમાં ટી.પી ૪૩, એફ.પી. રર૧ + રરરમાં 30 એમ.એલ.ડી ક્ષમતાનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ચાંદલોડિયા- જગતપુર વિસ્તારની ટી.પી ૩૪માં એફ.પી. ૮૭+૮૮માં ૧૫ એમ.એલ.ડી ક્ષમતાનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસ.ટી.પી) બનાવવાની કામગીરીનો પ્રારંભ થયો છે.

ઉતર પશ્ચિમ ઝોનના સોલા વિસ્તારમાં ટી.પી ૪૩, એફ.પી. ર૨૧ + ૨૨૨ માં 30 એમ.એલ.ડી ક્ષમતાનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનવાથી લેક ઇન્ટરલીન્કિંગ લાઈનથી જોડાયેલ સોલા તળાવ ૧ – (૧૦.૯૦મિલિયન લીટર), સોલા તળાવ ૨ – (૨૬૨.૭૦મિલિયન લીટર) તથા થલતેજ તળાવ- (૨૬૪.૮૦ મિલિયન લીટર), મહિલા તળાવ (૪૨.૫૧ મિલિયન લીટર), આંબલી તળાવ-(૯૩.૯૦મિલિયન લીટર), મકરબા તળાવ- (૭૭૨.૭૦મિલિયન લીટર), ક્ષમતાના તળાવો ટ્રીટેડ થયેલ પાણીથી ભરાશે.

આ ઉપરાંત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનવાથી ચેનપુર, રાણીપ, ચાંદખેડા, ચાંદલોડિયા, તથા ગોતા વિસ્તારમાં ગટરલાઇન બેકિંગના પ્રશ્નોનું નિરાકરણ આવશે.

એટલું જ નહીં, ઉતર પશ્ચિમ ઝોનના યાંદલોડિયા- જગતપુર વિસ્તારમાં ટી.પી ૩૪ માં એફ.પી. ૮૭+૮૮ માં ૧૫ એમ.એલ.ડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસ.ટી.પી) બનવાથી લેક ઇન્ટરલીન્કિંગ લાઈનથી જોડાયેલ જગતપુર તળાવ – (૧૫૭.૧૦મિલિયન લીટર), ગોતા તળાવ – (૩૭૩.૯૦ મિલિયન લીટર), આર. સી. ટેકનિકલ તળાવ – (૧૮.૬૦ મિલિયન લીટર) ક્ષમતાના તળાવ ટ્રીટેડ થયેલ પાણીથી ભરાશે.

વધુમાં જગતપુર તળાવ થી ચેનપુર તળાવ સુધી નવી લાઈન નાખ્યા બાદ ચેનપુર તળાવ – (૬૮.૩૦મિલિયન લીટર) તથા તેની સાથે ઇન્ટરલિકીંગ થયેલ રાણીપ તળાવ- (૨૦૭.૯૦ મિલિયન લીટર), કાળીગામ તળાવ- (૪૩.૯૦ મિલિયન લીટર).ચાંદલોડિયા તળાવ- (૪૭૮.૬૦ મિલિયન લીટર), યદુડી તળાવ (૪૨.૧૦મિલિયન લીટર), દેવસિટી તળાવ- (૭૮.૦૦મિલિયન લીટર) ક્ષમતાના તળાવ ભરી શકાશે.

આમ, આસપાસના વિસ્તારોમાં ડ્રેનેજ બેકિંગના પ્રશ્નોનું નિરાકરણ આવશે. સદર તળાવો પાણીથી ભરવાથી ભૂગર્ભ જળના સ્તર પણ ઊંચા આવશે. ટ્રીટેડ પાણી આસપાસના બગીચાઓમાં પણ ગાર્ડનિગ માટે ઉપયોગમાં લઇ શકાશે.

આ  કામમાં લેટેસ્ટ એસ.બી.આર. ટેકનોલોજીનો ઉપયોગ થશે  તથા વધુમાં ડી-ઓડોર સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવેલ હોઈ દુર્ગંધ વિગેરે પ્રશ્નો ઉપસ્થિત થશે નહી. સોલા ખાતે ૩૦ એમ.એલ. ડી ક્ષમતાનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવાનો ખર્ચ રૂ. ૬૧.૭૭ કરોડ તથા જગતપુર ખાતે ૧૫ એમ.એલ.ડી ક્ષમતાનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવાનો ખર્ચ રૂ.૪૯.૯૨ કરોડ થશે.

આમ,  સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન તળાવોના પુનર્જીવન, ભૂગર્ભ જળ સંચય ક્ષમતામા વધારો, ડ્રેનેજ બેકીંગ સમસ્યાના ઉકેલ વિગેરે શુભ ઉદેશ્ય સાથે કર્યો છે. તથા ઉપયોગમાં લેવાયેલ ડીઝાઇન ટેકનોલોજીને ધ્યાનમાં લેતા દુર્ગંધ કે સ્વાસ્થ્ય સબંધિત કોઈ પણ સમસ્યા ઉપસ્થિત થવાનો પ્રશ્ન રહેતો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.