Western Times News

Gujarati News

ડોડામાં કાશ્મીર ટાઈગર્સેના આતંકી હુમલામાં અધિકારી સહિત ૪ જવાન શહીદ

આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સે લીધી જવાબદારી

(એજન્સી)જમ્મુ, સોમવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર જવાનોનું મંગળવારે વહેલી સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન શહીદ થયા છે.

ડોડા હુમલાની જવાબદારી આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સે લીધી છે. આ સંગઠન જૈશ-એ-મોહમ્મદનું એક જૂથ છે જેણે તાજેતરમાં કઠુઆમાં સેનાના કાફલા પર હુમલાની જવાબદારી લીધી છે. તેમણે કહ્યું કે શરૂઆતમાં ૨૦ મિનિટથી વધુ ચાલેલી ગોળીબારમાં એક અધિકારી અને એક પોલીસકર્મી સહિત ચાર સેનાના જવાન ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આર્મીના ૧૬ કોર્પ્સ અનુસાર, ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ડોડાના ઉત્તરમાં જનરલ વિસ્તારમાં ભારતીય સેના અને જેકેપી દ્વારા સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું હતું. દરમિયાન, રાત્રે લગભગ ૯ વાગ્યે આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી હતી, ત્યારબાદ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો આતંક હજી યથાવત છે. અહીં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં ચાર જવાનોના મોત થયા છે.

મૃતકોમાં એક આર્મી અધિકારી અને એક પોલીસ કર્મચારી પણ શહિદ થયા છે. જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આ એન્કાઉન્ટર થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ આતંકવાદીઓ મોટા પાયે હથિયારો લઈને આવ્યા હતા. કાશ્મીરી ટાઈગર્સે આ હુમલાની જવાબદારી લીધી છે. કાશ્મીરી ટાઈગર્સ પાકિસ્તાનના આતંકવાદી ગ્રુપ જૈશે-એ-મોહમ્મદની ભગીની સંસ્થા છે.

સોમવારે સાંજે રાષ્ટ્રીય રાઈફલ્સ એન્ડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ડોડા ગામથી ૫૫ કિલોમીટર દૂર ધારી ગોટે ઉરબંગી જે દેશા જંગલ વિસ્તારમાં આવેલું છે, તેને ચારેય બાજુથી ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીર ગ્રુપે વિવિધ સર્ચ ઓપરેશન માટે રાષ્ટ્રીય રાઈફલ્સ એન્ડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બનાવ્યું છે. આતંકવાદીઓએ નાશી છુટવા માટે ફાયરિંગ કર્યું હતું. જોકે તેમ છતાં જવાનોએ આતંકીઓનો પીછો કર્યો હતો.

બાદમાં સાંજે ૯ વાગ્યાની આસપાસ ફરીથી જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અહીં સર્ચ ઓપરેશન કરવું પહાડી વિસ્તારને કારણે સરળ નહોતું છતાં આર્મીએ આતંકીઓને ટક્કર આપી હતી.

આ અંગે એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ અથડામણમાં ૫ જવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે ૪ જવાનોના મોત થયા હતા. કાશ્મીરી ટાઈગર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જવાનોએ આતંકીઓની સર્ચ શરૂ કરી ત્યાર પછીથી એન્કાઉન્ટર થયું હતું. ઉલ્લેખનીય છે કે કઠુઆમાં ૯ જુલાઈના રોજ કાશ્મીરી ટાઈગર્સ ગ્રુપે જ આર્મીના કાફલા પર હુમલો કર્યો હતો.

આર્મીએ કુપવારા જિલ્લાની લાઈન ઓફ કન્ટ્રોલ(ર્ન્ંઝ્ર) પરથી ભારતમાં ઘુસણખોરી કરવાની કોશિશ કરતા ત્રણ આતંકીઓને ૧૪ જુલાઈએ ઠાર કર્યા હતા. કઠુઆમાં ૮ જુલાઈએ આર્મીના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં ૫ જવાનોના મોત થયા હતા. ૬ જુલાઈના રોજ છ આતંકીઓના એન્કાઉન્ટરમાં મોત થયા હતા. આ એન્કાઉન્ટરમાં બે જવાનોના પણ મોત થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.