જજે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ગુપ્ત દસ્તાવેજોના કેસને ફગાવી દીધો
વોશિંગ્ટન, એક અમેરિકન ન્યાયાધીશે સોમવારે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગેરકાયદેસર રીતે વર્ગીકૃત દસ્તાવેજો રાખવાનો આરોપ મૂકતા ફોજદારી કેસને ફગાવી દીધો હતો. રિપબ્લિકન ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલા ટ્રમ્પ માટે આને મોટી કાનૂની જીત તરીકે જોવામાં આવી રહી છે.
ફ્લોરિડામાં ડિસ્ટ્રિક્ટ જજ ઇલીન કેનન, જેમની નિમણૂક ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી, તેમણે ચુકાદો આપ્યો હતો કે સ્પેશિયલ કાઉન્સેલ જેક સ્મિથ, જેઓ પ્રોસિક્યુશનનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમની ભૂમિકા માટે ગેરકાયદેસર રીતે નિમણૂક કરવામાં આવી હતી અને તેમની પાસે કેસ ચલાવવાની ક્ષમતા નથી.પોતાના ૯૩ પાનાના નિર્ણયમાં ડિસ્ટ્રિક્ટ જજ ઈલીન કેનને કહ્યું કે જેક સ્મિથની નિમણૂક બંધારણનું ઉલ્લંઘન કરે છે.
ટ્રમ્પ દ્વારા વર્ગીકૃત દસ્તાવેજો ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યા હતા કે કેમ તે અંગે તેમણે કોઈ નિયમ નહોતો કર્યાે.આને એક મહિનામાં ટ્રમ્પ માટે બીજી મોટી કાનૂની રાહત તરીકે જોવામાં આવી રહી છે. આ પહેલા ૧ જુલાઈના રોજ અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને મોટી રાહત આપતાં એક ઐતિહાસિક નિર્ણયમાં કહ્યું હતું કે જ્યારે તેઓ રાષ્ટ્રપતિ હતા
ત્યારે લીધેલા ઘણા નિર્ણયો અથવા પગલાંઓ માટે તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી શકાય નહીં.ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેઓ રાષ્ટ્રપતિ હતા ત્યારે ૨૦૨૦ની ચૂંટણીના પરિણામોને પલટાવવાનું કાવતરું ઘડ્યું હતું, જ્યારે તેમના સમર્થકોએ યુએસ સંસદ કેપિટોલ હિલ પર હુમલો કર્યાે હતો. આ અંગે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
૨૦૨૨ માં, હ્લમ્ૈંએ ફ્લોરિડામાં ડોનાલ્ડ ટ્રમ્પના માર એ લાગો રિસોર્ટ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન લગભગ ૧૧,૦૦૦ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. આમાં લગભગ ૧૦૦ વર્ગીકૃત દસ્તાવેજો હતા. આમાંના કેટલાક ટોપ સિક્રેટ હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, તપાસ એજન્સીઓએ દાવો કર્યાે હતો કે તેમને ટ્રમ્પનું એક રેકો‹ડગ મળ્યું છે.