Western Times News

Gujarati News

દારૂ પકડાતા PSI સહિત ચાર પોલીસકર્મી સસ્પેન્ડ

(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લાના દામાવાવ પોલીસ મથકની હદમાં આવેલા ગુણેશિયા ગામે થી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ દ્વારા એક રહેણાંક મકાન માંથી શેરપુરા ના કુખ્યાત બુટલેગર દિલીપ ઉર્ફે ગના પરમાર ના અંદાજે ૩૭ લાખ રૂપિયાની કિંમત ના ૩૭,૨૯૬ વિદેશી શરાબ ની બોટલો ના

જંગી જથ્થાને લઈને દામાવાવ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ .ડી.એચ. રાઠોડ સમેત ચાર પોલીસ કર્મચારીઓ ને રાજ્યના ગૃહ વિભાગ ના આદેશો સાથે સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ તંત્રમાં ભારે ખડભડાટ પ્રસરી જવા પામ્યો છે.

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પી.એસ.આઇ. વી.સી .જાડેજા ની ટીમ દ્વારા ચોક્કસ બાતમી ના આધારે ઘોઘંબા તાલુકાના ગુણેશિયા ગામે ગત શુક્રવારના રોજ સર્ચ ઓપરેશન હાથ ધરીને સોમાભાઈ અનોપભાઈ જાદવ ના રહેણાંક મકાન માંથી અંદાજે ૩૭ લાખ રૂપિયાની કિંમતના વિદેશી શરાબની ૩૭,૨૯૬ બોટલો નો જંગી જથ્થો ઝડપી પાડ્‌યો હતો

એમાં આ વિદેશી શરાબ નો જથ્થો શેરપુરાના કુખ્યાત બુટલેગર દિલીપ ઉર્ફે ગના પરમારે મંગાવીને પેકિંગ કર્યા બાદ અન્ય બુટલેગરો અને ગ્રાહકો ને પહોંચાડવાની ચાલી રહેલી કામગીરીઓમાં બે આરોપી ઓ અરવિંદ પરમાર રહે. શેરપુરા અને ગણપત લક્ષ્મણ રહે. બેઢીયા( કાલોલ )ને ઝડપી પાડીને દમાવાવ પોલીસ સ્ટેશન ના હવાલે કર્યા હતા

જોકે દમાવાવ પોલીસ મથક ની હદમાં આવેલા ગુણેશિયા ગામે થી એક રહેણાંક મકાનમાંથી ઝડપાયેલા આ ૩૭, લાખ રૂપિયા ના વિદેશી શરાબ ના આ પ્રકરણમાં શેરપુરા ના કુખ્યાત બુટલેગર દિલીપ ઉર્ફે ગના પરમાર ના આ કારનામાંઓ થી અંધારામાં રહેતા દમાવાવ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.ડી.એચ રાઠોડ અને ચાર પોલીસ કર્મચારીઓ હેડ કોસ્ટેબલ છત્રસિંહ પ્રેમાભાઈ, હેડ કોન્સ્ટેબલ નિતેશકુમાર રામસિંગ અને, લોક રક્ષકો પાટુભાઇ અને હીરાભાઈ ને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે..

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.