Western Times News

Gujarati News

ભારતીય રેલ્વેએ ” રેલ્વેના માટે સ્ટાર્ટઅપ્સ” પહેલની  સાથે ઇનોવેશનને પ્રોત્સાહન આપ્યું

પ્રતિકાત્મક

નવીનતાઓ ના માધ્યમથી રેલ્વે પરિચાલન અને સેવાઓને સુધારવા માટે નવીનતા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા રેલ્વે મંત્રાલયે 13 જૂન, 2022 ના રોજ “રેલવે માટે સ્ટાર્ટઅપ્સ” પહેલ શરૂ કરી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રેલ્વે નેટવર્ક ના પરિચાલન ક્ષમતા અને સુરક્ષા વધારવા માટે ભારતીય સ્ટાર્ટઅપ્સ, MSME, ઈન્ડિવિઝયુઅલ ઈનોવેટર્સઅનુસંધાન અને વિકાસ સંગઠનો/સંસ્થાઓગૈર સરકારી સંગઠનો અને ઉદ્યોગસાહસિકોની કુશળતાનો લાભ લેવાનો છે

આ પહેલ હેઠળભારતીય રેલવે ઈનોવેશન પોર્ટલને https://innovation.indianrailways.gov.inપર પણ લાઈવ કરવામાં આવ્યું છે. જુલાઈ 2024 સુધીમાંઈનોવેશન સાથે સંકળાયેલી કુલ 1942 સંસ્થાઓએ ભારતીય રેલ્વેના ઈનોવેશન પોર્ટલ પર નોંધણી કરાવી છે. તેમાં સ્ટાર્ટઅપ્સઈન્ડિવિઝયુઅલ ઈનોવેટર્સ, MSME, અનુસંધાન અને વિકાસ  સંગઠન વગેરેનો સમાવેશ થાય છે.

રેલ મંત્રાલયે ઈનોવેશન પોલિસીના વિવિધ હિતધારકોની વચ્ચે જાગરૂકતા ફેલાવવા માટે કાળજીપૂર્વક આયોજિત કાર્યશાળા/ બેઠકો/ વાર્તા/વીસીનું આયોજન કર્યું છેજેના પરિણામે સ્ટાર્ટઅપ્સ/ઈનોવેટર્સની સારી ભાગીદારી થઈ છે.

રેલ મંત્રાલયને અત્યાર સુધી ઈનોવેશન પોર્ટલ પર ખોલવામાં આવેલા 28 સમસ્યા વિવરણો માટે કુલ 423 દરખાસ્તો પ્રાપ્ત થઈ છે. અત્યાર સુધી 15 સમસ્યા વિવરણો માટે કુલ 23 ઇનોવેશન પરિયોજના એનાયત કરવામાં આવી છે. 23 પુરસ્કૃત ઇનોવેશન પરિયોજના કિંમત આશરે રૂ. 43.87 કરોડ રૂપિયા છેજેમાંથી લાયક સંસ્થાઓને રેલવેના અનુદાનમાં હિસ્સો આશરે રૂ. 10.52 કરોડ રૂપિયા છે.

જે સમસ્યા વીવરણો ના માટે પરિયોજનાઓ પહેલાથી જ મંજૂર કરવામાં આવ્યા છે તેમાં હેવી ડ્યુટી ફ્રેઈટ વેગન માટે સુધારેલ ઈલાસ્ટોમેરિક પૈડ ની ડિઝાઇનમીઠું જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે હળવા વજનના વેગનરેલ સ્ટ્રેસ મોનિટરિંગ સિસ્ટમચોકસાઇ નિરીક્ષણ તકનીકે બ્રોકન રેલ સિસ્ટમટ્રેક ક્લિનિંગ મશીન, VPU/પાવર કાર/SLRમાં ઓડિયો વિઝ્યુઅલ એલાર્મ સાથે સેન્સર આધારિત લોડ કેલ્ક્યુલેશન ઉપકરણનો વિકાસસરળ OHE કેન્ટીલીવર ડિઝાઇનક્વિક પોઈન્ટ લોકીંગ ક્લેમ્પ/સિસ્ટમવાયરલેસ નેટવર્કિંગ સાથે ભારતીય રેલ્વે ના કોચો માટે સેન્સર આધારિત ફાયર/સ્મોક ડિટેક્શન સિસ્ટમનો વિકાસ,

ભારતીય રેલ્વે પર બુક કરાયેલ કન્સાઇનમૅટની સુરક્ષા માટે ઇ-સીલ સિસ્ટમઓછી દૃશ્યતા અને સંચાર ના અભાવને કારણે શન્ટિંગ દરમિયાન અસુરક્ષિત પરિસ્થિતિઓને ટાળવા માટે તકનીકી ઉકેલોનો વિકાસલોકો પાઇલટ અને ગાર્ડને ચેતવણીની માહિતીએલવીપીએચ કોચની છત પર ફ્લેક્સી સોલર વીવી પેનલ્સ સાથે સૌર ઉર્જાઉત્પાદન માટે સિસ્ટમોની જોગવાઈભારતીય રેલ્વે કોચ પર વાયરલેસ નેટવર્કિંગ સાથે સેન્સર આધારિત ફાયર/સ્મોક ડિટેક્શન સિસ્ટમનો વિકાસ (ફેઝ-II) વગેરે શામિલ છે. ઉપરોક્ત સમસ્યા વિવરણોમાં નવીનતાઓ થી ન કેવળ રેલ્વેની પરિચાલનમાં સુધારો થશે, પરંતુ તેમની મદદ થી સુરક્ષા અને સુવિધાઓમાં પણ વધારો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.