Western Times News

Gujarati News

પૈસાની જરૂર હોવાથી પિતાએ જ પોતાના બાળકના અપહરણનું નાટક રચ્યું

સુરત, ડિડોલીમાં ચાર દિવસ પહેલા પાંચ વર્ષનું બાળક રમતા રમતા ગુમ થયું હતું. પરિવારે બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ક્રાઈમબ્રાંચને તપાસ દરમિયાન બાળકના પિતાએ જ બાળકના અપહરણનું નાટક રચ્યાનું પકડી પાડયું છે. પૈસાની જરૂરીયાતને કારણે બાળકના નાના પાસે પૈસા માંગવાનો પ્લાન હતો.

ડિંડોલી વિસ્તારમાં જીજ્ઞાનગરમાં ગત ૬ જુલાઈ રાત્રે તારાચંદ ઉત્તમ પાટીલનો પ વર્ષનો દીકરો સોસાયટીમાં રમતા રમતા ગુમ થયો હતો. બાદમાં બાળકની શોધખોળ કરીને તેઓ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવવા ગયા હતા. ડિંડોલી પોલીસની ટીમ બાળકના અપહરણની ફરિયાદ નોંધી શોધખોળના કામે લાગી હતી. પરંતુ બાળકનો કોઈ પત્તો નહી મળતા ક્રાઈમબ્રાંચની ટીમ પણ મેદાને ઉતરી હતી.

દરમિયાન ક્રાઈમબ્રાંચની ટીમને બાળકના પિતા ઉપર જ શંકા ગઈ હતી જેથી બાળકના પિતાની આકરી પુછપરછ કરવામાં આવી હતી. જેમાં બાળકના પિતા ભાંગી પડતા પોતે જ પોતાના બાળકનું અપહરણ કર્યાનું તરકટ રચ્યું હોવાનું કબુલી લીધું હતું. બાળકને તેણેપોતાના મિત્ર મારફતે મહારાષ્ટ્ર ખાતે મોકલી આપ્યું હતું. તપાસમાં ક્રાઈમબ્રાંચે બાળકને શોધી કાઢયો હતો.

બાળકના પિતા તારાચંદની પ્રાથમિક પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પોતે પોતાના ધંધા માટે જુદી જુદી બેંકોમાંથી આશરે નવ લાખની પર્સનલ લોન લીધી હતી. કોરોના કાળ બાદ ધંધાની દશા ખુબ જ કથળી ગઈ હતી અને પોતે તેમજ પોતાની પÂત્ન પણ સતત બિમાર રહેતી હોવાથી તેની સારવાર પાછળ પણ ખૂબ ખર્ચ થયો છે

જેથી પોતે પોતાના પિતા પાસે રહેવા જવાનું નકકી કર્યું હતું પરંતુ નજીકમાં તેના સાસુ-સસરા પણ રહેતા હોવાથી પત્ની રાજી નહોતી જેથી પોતે માનસિક રીતે કંટાળી ગયો હતો.

તારાચંદે તેની બહેન જયોતિ રવિન્દ્ર ઠાકરે તથા તેના મિત્ર કરણ મનોહર વાકોડે મારફતે પોતાના દીકરાનું અપહરણની યોજના ઘડી હતી. બાળકને તેની ફોઈએ કરણને સોંપ્યો હતો. બાદમાં કરણએ રાત ભર તેના ઘરે બાળકને રાખી બીજા દિવસે સવારે નાંદુરા તા.બુલઢાણા મહારાષ્ટ્ર ખાતે મોકલી આપ્યો હતો. જેથી બાળકના અપહરણ અંગે તેની પત્ની ઉપર નિષ્કાળજીનું બહાનું બનાવી શકે. અને તે બહાને ત્યાંથી પોતાના પિતા સાથે તેમના ઘરે રહેવા જઈ શકે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.