ભરૂચ તાલુકાના એક ગામની વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ તાલુકાના એક ગામમાં રહેતી ૭૨ વર્ષીય વૃદ્ધાની એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચરનાર ૪૮ વર્ષીય આરોપીને ભરૂચ તાલુકા પોલીસે ઝડપી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના એક ગામમાં રહેતી ૭૨ વર્ષીય વૃદ્ધા ગત ૧૩ જુલાઈના રોજ તેઓના ઘરે એકલા હતા.આ એકલતાનો લાભ લઈ આરોપીએ તેમના મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી બળજબરીથી વૃદ્ધાને ઘરમાં જમીન ઉપર સુવડાવીને તેની સાથે જબરજસ્તી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.આ બાબતે વૃદ્ધા એ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં આરોપી સામે દુષ્કર્મની ફરિયાદ આપી હતી.
ભરૂચ તાલુકા પોલીસે આરોપી સામે બીએનએસ કલમ ૬૪(૧),૩૩૩ મુજબનો ગુનો નોંધ્યો હતો અને ગુનાની ગંભીરતા પૂર્વક લઈને તાલુકા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર પી.ડી.ઝણકાટ અને તેમની ટીમના માણસોએ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર ૪૮ આરોપી અર્જુન હરી વસાવાને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી નાંખ્યો હતો.