જાન્હવી કપૂરની ડ્રેસિંગ સેન્સે ઊર્ફીની યાદ અપાવી
મુંબઈ, જાન્હવી કપૂરની ડ્રેસિંગ સેન્સ સામાન્ય રીતે વખણાતી હોય છે. સોમવારે એક ઇવેન્ટમાં જાન્હવીની ડ્રેસિંગ સેન્સ જોઈ ઘણાં લોકોને અતરંગી કપડાં પહેરી ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદ યાદ આવી ગઈ હતી.
જાન્હવી બ્લૅક એન્ડ વ્હઇટ કલરનો એક બાલમેઇન બ્લેઝર ડ્રેસ પહેરીને નીકળતાં સોશિયલ મીડિયા યુઝર્સને આશ્ચર્ય થયું હતું. જાન્હવીની આવનારી ફિલ્મ ‘ઉલઝ’ના ટ્રેઇલર પ્રિવ્યુની આ ઇવેન્ટ હતી.
જેમાં ફિલ્મના ડિરેક્ટર સુધાંશુ સરીયા, તેમજ ફિલ્મના કલાકારો ગુલશન દેવૈયા અને રોશન મેથ્યુ પણ હાજર રહ્યા હતા. આ ઇવેન્ટ માટે જાન્હવીએ એક બ્લૅક એન્ડ વ્હાઇટ બ્લેઝર પેટર્ન દેખાય તેવું એક ગાઉન પહેર્યું હતું. જેમાં ઉપર બ્લૅક બ્લેઝર જાણે ડ્રેસમાં આગળ સંકેલીને સીવી લીધું હોય તેમ ઉપર તરફ તેમાંથી શર્ટનાં બંધ કોલર બહાર આવતાં દેખાતાં હતાં.
જ્યારે તેની ઉપરનું બ્લેઝર પ્રકારનું વ્હાઇટ ગાઉન તેની પર પહેર્યું હોય તેમ તેમાં ળન્ટ સ્લિટ દેખાતી હતી. એક ફૅન દ્વારા જાન્હવીની આ ડ્રેસની તસવીર શેર કરી હતી, જે ઘણા લોકોને ગમી નહોતી. એક યૂઝરે લખ્યું હતું,“આ ડ્રેસનો કોન્સેપ્ટ સારો છે પરંતુ દેખાવમાં જરા પણ સારું નથી. અને આ ટૅગ શેનું છે.”
તો બીજા એક યૂઝરે લખ્યું હતું,“ભગવાનની હરિયાળી ધરતી પર આવું આ શું છે? હે ભગવાન, તેમાં લેબલ તો કેટલી ખોટી જગ્યાએ લગાડેલું છે.એ બહુ ખરાબ દેખાય છે.” જાન્હવીએ આ ડ્રેસ સાથે એક મોટું ગોલ્ડ બ્રેસલેટ પહેર્યું હતું, મોટી વીંટીઓ પહેરી હતી, સનગ્લાસ અને બ્લૅક એન્ડ વ્હાઇટ પંપ્સ શૂઝ પહેર્યાં હતાં. સરવાળે બધું ખાસ જામતું નહોતું. અનંત અને રાધિકાના લગ્નમાં તેના લૂક માટે વાહવાહી મેળવ્યા બાદ આ લૂકથી ફૅન્સ નિરાશ થયા હતા.SS1MS