૭૨ લાખની ઘડિયાળ, ૯૦ હજારના સ્નીકર્સ પહેરનાર આ ઓરી છે કોણ
મુંબઈ, સ્ટાઇલિશ આઉટફિટમાં દેખાતો આ છોકરાને બધાએ ઓળખી જ લીધો હશે. તમે સોશિયલ મીડિયા પર આ વ્યક્તિના ફોટા ઘણીવાર જોયા હશે. હાલમાં જ આ વ્યક્તિ અનંત રાધિકાના લગ્નમાં જોવા મળ્યો હતો.
ઓરહાન અવત્રામાની ઉર્ફે ઓરી સોશિયલ મીડિયાની દુનિયામાં જાણીતું નામ છે. બોલિવૂડ સ્ટાર્સની લગભગ દરેક પાર્ટીમાં ઓરી જોવા મળે છે. હાલમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના તમામ ફંક્શનમાં જોવા મળ્યો હતો.ઓરી અવત્રામણીનું નામ હંમેશા ગૂગલ પર સર્ચ કરવામાં આવે છે.
સેલિબ્રિટી સાથેના તેના ફોટો જોઈ લોકો જાણવા માંગે છે કે, આ ઓરી કોણ છે. તો ચાલો આજે તમને જણાવીશું ઓરી અવત્રામણી કોણ છે. તેમજ ઓરીના પરિવાર વિશે વાત કરીશું.ઓરી અંબાણીના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં સ્પેશિયલ પ્રોજેક્ટના મેનેજર તરીકે કામ કરે છે.મોટા બિઝનેસ મેન અંબાણીના બાળકો તેમજ બોલિવુડ સેલિબ્રિટીના બાળકો સુધી મશહુર ઓરી કોઈ સ્ટાર કિડ્સથી ઓછો નથી.
ઓરહાન અવત્રામણીનો જન્મ ૨ ઓગસ્ટ ૧૯૯ના રોજ થયો છે, તેમના પિતા, જોર્જ અવત્રામણીની એક બિઝનેસમેન છે અને તેમની માતાનું નામ શહનાઝ અવત્રામાણી છે. ઓરીનો ભાઈ કબીર અવત્રામણી છે. ૨૫ વર્ષના ઓરીનું પુરું નામ ઓરહાન અવત્રામાણી છે.
મુંબઈના બિઝનેસમેન પરિવારમાંથી આવતો ઓરી માતા-પિતા અને ભાઈ સાથે મુંબઈમાં રહે છે.તેમણે ન્યુયોર્કમાંથી અભ્યાસ પૂર્ણ કર્યાે છે. તેમણે ફાઈન આર્ટસ અને કોમ્યુનિકેશન ડિઝાઈનિંગમાં ડિગ્રી મેળવી છે.ઓરીનું સેલિબ્રિટી સાથે કનેક્શનની વાત કરીએ તો તેમણે કોલંબિયા યૂનિવર્સિટીમાંથી સારા અલી ખાન સાથે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યાે છે.
ઓરીએ ૨૦૧૩થી ૨૦૧૭ સુધી તમિલનાડુમાં અભ્યાસ કર્યાે હતો. ત્યારબાદ ન્યુયોર્કમાં અભ્યાસ માટે ગયો હતો.ઓરહાન અવત્રામણી એક સોશિયલ મીડિયા ઈન્ફ્યુલસ છે, જે ઘણી વખત બોલીવુડ અને હોલીવુડની વિવિધ પાર્ટીઓમાં જોવા મળે છે. સેલિબ્રિટીઝ સાથે અસંખ્ય ઇવેન્ટ્સમાં તેમની હાજરીએ તેમને ઇન્ટરનેટ સેન્સેશન બનાવી દીધો છે.સ્ટાર કિડ્સની પાર્ટીમાં ઓરીને સૌ કોઈએ જોયો હશે.
તમને જણાવી દઈએ કે, ઓરી બોલિવુડ ઈન્ડસ્ટ્રીનો ભાગ નથી,પરંતુ બોલિવુડ સેલિબ્રિટી અને સ્ટાર કિડ્સની સાથે જોવા મળતો હોય છે.તમને જણાવી દઈએ ઓરહાન અવત્રામાણી એક બિઝનેસમેનનો દિકરો છે. જે સ્ટાર કિડ્સની ળેન્ડ લિસ્ટમાં સામેલ છે.
ઓરહાનનું નિકનેમ ઓરી છે, ઓરી હંમેશા મોટી મોટી પાર્ટીઓમાં જોવા મળતો હોય છે. પોતાના સોશિયલ મીડિયા પર સ્ટાર કિડ્સ સાથે ફોટો શેર કરે છે.SS1MS