Western Times News

Gujarati News

વિકી કૌશલ તૃપ્તિ ડિમરી સાથે જોવા મળ્યો દિલ્હી મેટ્રોમાં

મુંબઈ, વિકી કૌશલ તેની આગામી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું હતું, જે ખૂબ જ મનોરંજક હતું. જે બાદ આ પિક્ચરના ત્રણ ગીતો પણ રિલીઝ થયા હતા. હવે આ ફિલ્મ ૧૯ જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

વિકી આ દિવસોમાં પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. હાલમાં જ તે પ્રમોશન માટે દિલ્હી પહોંચ્યો હતો, જ્યાં તેણે દિલ્હી મેટ્રોમાં સવારી કરી હતી.‘બેડ ન્યૂઝ’માં વિકી કૌશલની સાથે તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક પણ જોવા મળશે. આ બંને દિલ્હી મેટ્રોમાં વિકી સાથે પણ જોવા મળ્યા હતા. ત્રણેયનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ચાર્ચા બનાવી રહ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તૃપ્તિ બંને એક્ટર્સને મેટ્રો રૂટ વિશે કહી રહી છે. તે પછી ત્રણેય રૂટ મેપ તરફ જુએ છે.‘બેડ ન્યૂઝ’ના અત્યાર સુધીમાં ત્રણ ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે. તે છે ‘જાનમ’, ‘તૌબા તૌબા’ અને ‘મેરે મહેબૂબ મેરે સનમ’. ‘મેરે મહેબૂબ મેરે સનમ’ એ શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડુપ્લિકેટ’ના ગીતની રિમેક છે.

શાહરૂખની આ ફિલ્મ વર્ષ ૧૯૯૮માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે જુહી ચાવલા જોવા મળી હતી.‘બેડ ન્યૂઝ’નું નિર્દેશન આનંદ તિવારીએ કર્યું છે. કરણ જોહર આ તસવીરના નિર્માતા છે. વર્ષ ૨૦૧૯માં અક્ષય કુમાર, દિલજીત દોસાંઝ, કરીના કપૂર, કિયારા અડવાણી અભિનીત ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ રીલિઝ થઈ હતી. આ વિકીની ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ની સિક્વલ છે. અક્ષયની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.

આ ફિલ્મે ભારતમાં જ ૨૦૫.૧૪ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ દ્વારા વિકી, એમી અને તૃપ્તિ કેવું શાનદાર પ્રદર્શન કરે છે. વિકી છેલ્લે ‘સામ બહાદુર’માં જોવા મળ્યો હતો. તેમની આ ફિલ્મ વર્ષ ૨૦૨૩માં રિલીઝ થઈ હતી.

આ ફિલ્મમાં વિકી ભારતના પહેલા ફિલ્ડ માર્શલ ‘સેમ માણેકશા’ના રોલમાં ખૂબ જ સારો હતો. આ ફિલ્મ હિટ રહી હતી અને બોક્સ ઓફિસ પર ૯૨.૯૮ કરોડની કમાણી કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.