હોસ્પિટલની બેદરકારી, ડોક્ટરે ડાબા પગના બદલે જમણા પગનું ઓપરેશન કર્યું
આ ઘટના અંગે યુવતીએ યુનિકેર હોસ્પિટલ વિરુદ્ધ ગાંઘીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
રાજકોટ, રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવતીનો આરોપ છે કે ડાબા પગને બદલે જમણા પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઘોર બેદરકારીની આ ઘટના અંગે યુવતીએ યુનિકેર હોસ્પિટલ વિરુદ્ધ ગાંઘીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જાણો શું છે સમગ્ર મામલો.
મળતી માહિતી અનુસાર, જૂનાગઢની યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે જૂનાગઢની આ યુવતીને પગમાં દુખાવાને કારણે જૂનાગઢના ડોક્ટરને બતાવવામાં આવ્યું હતું, ત્યારબાદ ઓપરેશનની સલાહ આપવામાં આવી હતી, ત્યારબાદ ૧૯ એપ્રિલે આ યુવતી ઓપરેશન માટે આવી હતી અને યુવતીના પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
આ યુવતીને ડાબા પગમાં તકલીફ હતી અને ઓપરેશન માટે તે દાખલ થઇ હતી પરંતુ અહીં યુનિકેરના તબીબની બેદરકારી તો જુઓ તેમણે ડાબાના બદલે યુવતીનું જમણા પગનું ઓપરેશન કર્યોનો દર્દીઓ આરોપ લગાવ્યો છે.
આ સમગ્ર મામલામાં હોસ્પિટલના મેનેજરે પોતાના બચાવમાં કહ્યું છે કે, યુવતીની ફરિયાદ તદ્દન ખોટી છે. તેણે ઓપરેશન પહેલા દર્દી અને પરિવારજનોને સમજાવ્યા. જમણા પગની સર્જરીની પણ માહિતી આપવામાં આવી હતી. ટૂંકમાં, બંને પગની સર્જરીની પહેલેથી જ જાણ હતી. હોસ્પિટલનો દાવો છે કે પરવાનગી લીધા બાદ જ ઓપરેશન કરવામાં આવ્યું હતું.