માછીમારોએ નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી વ્યવસાયનો શુભારંભ કર્યો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લામાં વસતા હજારો માછીમારો રોજગારી માટે નર્મદા નદી ઉપર નિર્ભર હોય છે અને સૌથી વધુ રોજગારી આપતા ચોમાસાના ચાર મહિના માછીમારો રાત દિવસ નદી અને દરિયામાં માછીમારી કરી આખા વર્ષની રોજગારી મેળવતા હોય છે
અને ભાડભૂતથી ઝનોર સુધીના નર્મદા નદીના પટમાં હજારો માછીમારો દેવપોઢી એકાદશીના પવિત્ર શુભ મુહર્તમાં નર્મદા મૈયાને દુધાભિષેક,જળાભિષકે સાથે અબીલ ગુલાલની છોડ કરી પૂજા અર્ચના કરી માં નર્મદાને ચૂંદડી ચઢાવી દરિયો ખેડવા માટે લાગી જતા હોય છે.
હજારો માછીમારો માટે રોજગારી પૂરું પાડતી કોઈ સિઝન હોય તો તે છે ચોમાસાની.ચોમાસાની સીઝનમાં ઉપરવાસમાં વરસાદના કારણે નર્મદા નદીમાં નવા નીર તથા દરિયાઈ પાણીની ભરતીના કારણે નર્મદા નદી અને દરિયાના મિલનમાં હિલ્સા માછલીનું ઉત્પાદન થતું હોય છે અને ચાર મહિના માછીમારો રાત દિવસ માછીમારી કરવા લાગી જતા હોય છે.
ત્યારે દેવપોઢી અગિયારના રોજ શુભ મુહર્તે નર્મદા નદી અને દરિયાના સંગમ સ્થળ એવા ભાડભૂત ખાતે હજારો માછીમારો રોજગારી મેળવવા માટે સૌ પ્રથમ નર્મદા મૈયા અને દરિયા સંગમ સ્થળે વિશેષ પૂજા અર્ચનાઓ કરી માછીમારીના વ્યવસાયની શરૂઆત કરતા હોય છે.ચોમાસાની ઋતુમાં નવા નીર આવવા સાથે નર્મદા અને દરિયાના સંગમથી હિલસા નામની માછલી નું ઉત્પાદન થતું હોય છે.
જેના કારણે માચી મારો ચોમાસાની સિઝનમાં ચાર મહિના બોટમાં જ પોતાનું રહેણાંક સ્થળ બનાવી દેતા હોય છે.જેમાં બેટરી વડે લાઈટ તથા જમવાની પણ વ્યવસ્થા બોટમાં થતી હોય છે અને ચોમાસાના ૪ મહિના રાત દિવસ માછીમારી કરી સમગ્ર વર્ષની રોજગારી મેળવવામાં જોતરાઈ જતા હોય છે.
દેવપોઢી એકાદશીના દિવસે ભરૂચ તાલુકાના ભાડભૂત નર્મદા નદીના ઘાટથી ઝનોર સુધીના નર્મદા નદીના કાંઠા ઉપર હજારો માછીમારોએ માછીમારીની નવી સીઝનની શરૂઆત કરી હતી.ચોમાસાની સિઝન માછીમારો માટે લાભદાય નીવડે રોજગારી મળી રહે તેવી આશા સાથે પ્રાર્થનાઓ અને પૂજા અર્ચનાઓ કરી માછી મારો એ નદી અને દરિયામાં માછીમારીની શરૂઆત કરી હતી.