ઓનલાઈન ફ્રોડ કરનારા અનેક શિડ્યુલ બેંકનાં એકાઉન્ટ્સ વાપરે છે: RBI ચિંતીત
શિડયુલ બેંકો અને નોન બેકિંગ ફાયનાન્શિયલ કોર્પોરેશન બંને એકસરખા બેદરકાર સાબિત થયા છે. બેંકના સ્ટાફના સહકાર વગર બોગસ એકાઉન્ટ ખોલવું અને ત્યાર બાદ તેને ઓપરેટ કરવું કોઈ રીતે શકય નથી બોગસ બેંક ખાતામાં આવતો છેતરપીંડીનો પૈસો ત્વરિત અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવો કે તેને ફટાફટ વિથડ્રો કરવા પાછળ બેંકના કર્મચારીઓની સંડોવણી હોય છે.
સાયબર ફ્રોડ કરતી ગેંગનાં લાખો બેંક એકાઉન્ટ્સથી RBI ચિંતિત
સાયબર ક્રાઈમ કરનારા કૌભાંડીઓ બોગસ બેંક ખાતાઓનો ઉપયોગ કરે છે તે સૌ જાણે છે. આ મામલે અનેકવાર ઉહાપોહ થઈ ચુકયો છે. રિઝર્વ બેંકે છેક હવે સાયબર ફ્રોડ માટે વપરાતા લાખો બેંક એકાઉન્ટસ અંગે ચિંતા વ્યકત કરી છે.
બેંકો અને ફાયનાÂન્સયલ સંસ્થાઓમાં સાયબર ફ્રોડ કરનારાઓના લાખો એકાઉન્ટસ હોય છે. ઓનલાઈન લોન આપવાના નામે કે અન્ય ઓનલાઈન છેતરપિંડી કરવા માટે કૌભાંડીઓ આ બેંક ખાતાઓનો ઉપયોગ કરે છે. સ્થિતિ એવી આવી ગઈ છે કે હવે ખુદ બેંકો શંકાના દાયરામાં મુકાઈ ગઈ છે.
રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથને ચિંતા વ્યકત કરતાં તાજેરમાં કહ્યું છે કે અમે કેટલીક બેંકોમાં લાખો એકાઉન્ટ એવા જોયા છે કે જે ખોલવા પાછળ કોઈ દેખીતું કારણ નહોતું. તેનો ઉપયોગ ફ્રોડનો પૈસો આઘોપાછો કરવામાં થાય છે.
આશ્ચર્ય તો એ વાતનું છે કે ઓનલાઈન ફ્રોડ કરનારાઓ અનેક શિડયુલ બેંકના એકાઉન્ટસ વાપરે છે અને તેમાં પૈસા જમા સુધ્ધાં કરાવે છે. ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનેલા લોકો તેમજ તેની તપાસ કરનારા પોલીસ અધિકારીઓ બરાબર જાણે છે કે બોગસ બેંક એકાઉન્ટસના જોરે સાયબર ક્રાઈમ કરતી ગેંગ પોતાનો વ્યાપ વધારતી હોય છે.
સાયબર ગેંગ પોતાના શિકાર પાસેથી પૈસા પડાવતી વખતે બિન્ધાસ્તપણે પોતાના બેંક એકાઉન્ટની વિગતો શેર કરે છે. જેમ કે ઈન્દોરમાં બેસીને ફ્રોડ કરનાર માણસ ઈન્દોરની સ્થાનિક શિડયુલ બેંકના એકાઉન્ટની વિગતો શેર કરીને તેમાં પૈસા જમા કરવાનું કહે છે. અમુક ચતુર લોકો જોકે ઓનલાઈન કે યુપીઆઈથી પૈસા મોકલવાના બદલે જે-તે બેંકની બ્રાન્ચમાં જઈને એકાઉન્ટમાં પૈસા જમા કરવાનું પસંદ કરે છે.
શિડયુલ બેંકના એકાઉન્ટની વિગતો અપાય એટલે લોકોને ડીલીંગ પર ભરોસો બેસી જાય છે જેમ કે, બેંક ઓફ બરોડા કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એકાઉન્ટમાં પૈસા જમા કરવાનું કહેવાય તો લોકોને ફ્રોડની વાત પર શંકા જતી નથી. લોકોને ખબર નથી હોતી કે ફ્રોડ કરનારાના હાથ બહુ લાંબા હોય છે. તેમણે ખોલાવેલા ખાતાં એમના ચોકીદર કે ઘરના નોકરના નામે હોઈ શકે છે. હજારો બેંક એકાઉન્ટ ધરાવતી ફ્રોડ ટોળકી પોતાને ત્યાં કામ કરતા લોકોના એકાઉન્ટસ ખોલાવીને તેમની ચેકબુક, એટીએમ કાર્ડ વગેરે જપ્ત કરી લે છે.
લોકો માની લે છે કે બેંકોમાં પૈસા જમા કરવાથી સઘળી જવાબદારી બેંકોની બની જાય છે. હકીકત એ છે કે ગ્રાહકે જમા કરાવેલા પૈસાની પછી જે-તે ખાતામાંથી થતી લેવડ-દેવડ સાથે બેંકને કોઈ લેવાદેવા નથી હોતી. છેતરાયેલી વ્યક્તિ જેવા પૈસા જમા કરાવે છે કે તરત જ તે બીજા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે અને વિથડ્રો પણ થઈ જાય છે. માણસીને પોતે છેતરઈા ગયો હોવાનું માન થાય ત્યાં સુધીમાં તો ઘણું મોડુ થઈ ગયું હોય છે.
લોન સંબંધિત મોબાઈલ એપ્લિકેશનથી હજારો લોકો સાથે છેતરપીંડી થાય છે આવી એપ ચલાવતા લોકો રૂબરૂમાં પૈસા લેવા ક્યારેય આવતા નથી. તેઓ બેંકમાં જ પૈસા જમા કરાવવાની ફરજ પાડે છે.
બેંકમાં ખાતું ખોલાવતી વખતે મહત્વના ડોકયુમેન્ટસ તરફ આંખ આડા કાન કરવામાં આવે છે. આવા બોગસ ખાતાં ખોલતી ગેંગ બેંકના મેનેજરો સાથે સંડોવાયેલી હોય છે. દિલ્હીની એક બેંકે આવા ૧પ,૦૦૦ ખાતાં ખોલીને પ્રત્યેક ખાતા દીઠ ૧૦,૦૦૦ રૂપિયા લીધા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
સાયબર પોલીસ છાનબીન શરુ કરે છે ત્યારે ખાતાના મૂળ માલિકને પોતાના એકાઉન્ટમાંથી થઈ રહેલી લાખોની હેરાફેરીની કશી ખબર હોતી નથી. કેટલાક જરૂમતમંદ લોકો એવાય છે, જે પૈસા લઈને પોતાના બેંક ખાતા બીજા કોઈને સોંપી દે છે, પરંતુ ફસાય છે ત્યારે જેલમાં એને જવાનો વારો આવે છે. રિઝર્વ બેંકના અધિકારીઓએ વ્યકત કરેલી ચિંતા વાજબી છે, પરંતુ લાખો એકાઉન્ટસ કેવી રીતે ખોલવામાં આવ્યા તેની કડક તપાસ થવી જોઈએ.