દુનિયાની સૌથી નાની ઉંમરની મહિલા ચાર્ટર્ડ એન્કાઉન્ટન્ટનું બિરૂદ મળ્યું નંદિની અગ્રવાલને
અગર આપ સપને નહીં દેખતે તો આપ કે જવન કા કોઈ મતલબ નહીં હૈ, ઈસલિયે સપને દેખિયે ઔર ઉન્હે પૂરા કર પાઓંગે, આ શબ્દો છે સીએ નંદિની અગ્રવાલના જેમણે વર્ષ ર૦ર૧માં માત્ર ૧૯ વર્ષની વયે સીએની ફાઈનલ પરીક્ષામાં ૮૦૦માંથી ૬૧૪ ગુણ (૭૬.૭પ ટકા) મેળવી સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
Meet Nandini Agarwal, 19, World’s Youngest Female Chartered Accountant
૧૩ સપ્ટેમ્બર ર૦ર૧ના જ્યારે સીએનું પરિણામ ઘોષિત થયું ત્યારે નંદિનીની આયુ હતી. ૧૯ વર્ષ ૩૩૦ દિવસ. પરિણામે તેને ગિનીશ વર્લ્ડ ? રેકોડ્ર્સ દ્વારા દુનિયાની સૌથી નાની ઉંમરની મહિલા ચાર્ટર્ડ એન્કાઉન્ટન્ટનું બિરૂદ મળ્યું. મધ્યપ્રદેશનો મુરેના જિલ્લો… જે એક સમયે ડાકુઓના સ્થાન તરીકે કુખ્યાત હતો. આજે નંદિનીની મહેનત થકી દુનિયાભરમાં વિખ્યાત થઈ ચૂકયો છે.
નંદિની હંમેશાથી તેજસ્વી છાત્રા રહી છે. તેથી શાળા અભ્યાસ દરમિયાન તેને બે ધોરણ છોડવાની તક મળી, તેથી તે તેનાથી બે વર્ષ મોટા ભાઈ સચિન સાથે અભ્યાસ કરવા લાગી. તેણે ૧૩ની ઉંમરે ધો.૧૦ અને ૧પની ઉંમરે ધો.૧રની પરીક્ષા આપી હતી. તે ધોરણ ૧૦ અને ૧રમાં પણ પ્રથમ ક્રમે રહી હતી. તેણે વિકટર કોન્વેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાંથી અભ્યાસ કયો છે.
નંદિની ૧૧માં ધોરણમાં હતી ત્યારે ગિનીશ વર્લ્ડ ? રેકોડ્ર્સધારક તેની શાળામાં આવ્યા હતા. ત્યારબાદ તે રેકોર્ડ બનાવવાના સપના જોવા લાગી હતી અને તેણે સખ્ત પરિશ્રમથી તે સપના પૂરા પણ કર્યા.
હાયર સેકન્ડરીના અભ્યાસ બાદ તેણે ચાર્ટર્ડ ? સર્ટીફાઈડ એકાઉન્ટન્ટ એસોસિએશન અને ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ ? એકાઉન્ટન્ટ્સમાં અભ્સાસ કર્યો. ર૦૧૭માં તે પ્રથમ પ્રયાસમાં સીપીટી પાસ કરી ગઈ. સીએ ઈન્ટરમાં પ્રથમ પ્રયાસમાં સફળતા મેળવી. આઈપીસીસી પરીક્ષામાં તેણે ઓલ ઈન્ડિયા રેન્ક ૩૧ પ્રાપ્ત કર્યો હતો.
તેને જ્યારે આર્ટીકલશિપ માટે જવાનું થયું ત્યારે તાલીમમાં તેને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. તે એટલી નાની હતી કે કોઈ કંપની તેને અનુમતિ આપતી નહોતી. તે જણાવે છે ? યહાં તક કિ છોટી કંપનીય ભી ૧૬ સાલ કી ઉગ્ર મે મુજે લેને કે લિયે તૈયાર નહીં થી., હાલાં કી ઈસ તરહ કી અસફલતાઓને મુજે ઉનસે આગે નીકલને કે લિએ ઔર અધિક દૃઢ બના દિયો, ફાઈનલમાં તેણે બન્ને ગ્રુપ એક સાથે પાસ કર્યા અને ટોપર રહી.
એ માટે તેણે સોશિયલ મીડિયા અને મોબાઈલથી અંતર જાળવ્યું હતું. અભ્યાસ ન બગડે એ હેતુથી ત્રણ વર્ષ સુધી કોઈ કાર્યક્રમમાં પણ હાજરી આપી નહોતી. તેણે ઓનલાઈન કોચિંગ લીધું હતું. દરરોજ ૧૩-૧૪ કલાક મહેનત કરતી અને મિત્રો પણ ખાસ નહોતા. એકાદ મિત્ર સાથે દોસ્તી રાખી હતી.
નંદિનીના પિતા નરેશચંદ્ર ગુપ્તા ટેકસ પ્રેક્ટિશનર છે, માતા ડિમ્પલ ગુપ્તા ગૃહિણી છે. તેના પરિવારજનોએ તેની ઈચ્છા મુજબની બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપી હતી તો તેની આ યાત્રામાં મોટાભાઈ સચિને મુખ્ય ભૂમિકા ભજવી હતી. સચિન નંદિનીથી બે વર્ષ મોટો હતો પણ બન્ને સાથે અભ્યાસ કરતા.
ર૦૧૭માં બન્ને ૯૪.પ ટકા સાથે બારમાં ધોરણમાં રાજ્યમાં પ્રથમ રહ્યા હતા. સચિન પણ સીએની તૈયારી કરતો હોવાથી તેણે નંદિનીની સામે આવનારા પડકારોને સમજીને તેને માર્ગદર્શન આપ્યું હતું. નંદિની કહે છે અપને મોક ટેસ્ટ મેં મુઝે ખરાબ અંક મિલતે થે. યહ બહૂત નિરાશાજનક થા. મેં નિરાશા મહસૂસ કરતી થી ઔર સોચતી થી કી અ ગર મૈને મોક પરીક્ષા મેં ઈતના ખરાબ પ્રદર્શન કિયા તો મેં વાસ્તવિક પરીક્ષામાં કૈસે સફળ હો પાઉંગી ? પર મેરે ભાઈ કે સમર્થનને જાદુ કી તરહ કામ કીયા. ઉન્હોને હંમેશા મુઝે પ્રેક્ટિસ કરતે રહેને ઔર મોક ટેસ્ટ પરિણામો કે બારે મેં નહીં સોચને કે લિયે પ્રોત્સાહિત કિયા થા.
તો સચિન જણાવે છે કે નંદિનીને હંમેશા બહુત મહેનત કી. ઉસને મુઝે પ્રેરિત કિયા. ઉસે દેખકર મૈને ભી અપની પઢાઈ પર ધ્યાન કેન્દ્રીત કરના શરૂ કર દીયા. મુઝે પ્રોત્સાહિત કરને કા શ્રેય નંદિની કો દેના ચાહિયે.
અને આ પરસ્પર પ્રોંત્સાહનનું પરિણામ શું આવ્યું ? ર૧ વર્ષનો સચિન ઓલ ઈન્ડિયા ૧૮મી રેન્ક લાવ્યો અને નંદિની ૮૩૦૦ પરીક્ષાર્થીને પાછળ છોડી પ્રથમ રેન્ક લાવી. ભાઈ-બહેન કહે છે હમારી જોડી કમાલ કી હૈ.
નંદિની કહે છે ઃ મેં ઔર ભૈયા કટિન સમસ્યાઓ સે નિપટને કે લિએ અપના શિર એક સાથે રખેંગે. હમને હંમેશા એક-દૂસરે કી મદદ કી હૈ. તો સચિન કહે છે ઃ સીએ કેક કરના મેરી મા કા સપના થા. મુઝે ખુશી હૈ કી હમને ઈસે અપને સ્ટાઈલ મેં કિયા હૈ.
નંદિનીએ માતા-પિતા અને પોતાના રાજ્યનું નામ રોશન કરીને એક સંદેશ આપી દીધો છે. બેટી કો પઢાઓ ઔર બઢાઓ તો પરિવાર કે સાથ હી દેશ કા સમ્માન ભી બઢાએગી. બહુ સાચું કહ્યું નંદિની આપે. આપને ખૂબ ખૂબ અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ !