‘ભાજપે અજિત પવારને મહાગઠબંધન છોડવા કહ્યું’
નવી દિલ્હી, એક તરફ આરએસએસ સાથે સંકળાયેલા મરાઠી સાપ્તાહિકમાં એનસીપી (અજિત જૂથ) પર ઉગ્ર નિશાન સાધવામાં આવ્યું હતું, ત્યારે હવે એનસીપી (શરદચંદ્ર પવાર)એ પણ આ અંગે નિવેદન આપ્યું છે. એનસીપી (શરદ જૂથ) એ દાવો કર્યાે છે કે ભારતીય જનતા પાર્ટી અજિત પવાર જૂથને મહાગઠબંધન છોડવા માટે કહી રહી છે.
એનસીપી (શરદ પવાર) એ આરએસએસના મરાઠી સાપ્તાહિકમાં પ્રકાશિત થયેલા અહેવાલને ટાંકીને કહ્યું, ‘ભાજપ ઉપમુખ્યમંત્રી અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીને મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ‘મહાયુતિ’ ગઠબંધન છોડવાનો સંદેશ આપી રહી છે.’
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એનસીપી સાથે બીજેપીના ગઠબંધનના કારણે જ ભગવા પાર્ટીને લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો છે.શરદ જૂથના પ્રવક્તા ક્લાઈડ ક્રેસ્ટોએ કહ્યું કે, ‘લોકસભા ચૂંટણીમાં હાર બાદ ભાજપ મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહી છે.
પાર્ટીને સમજાયું છે કે અજિત પવારના નેતૃત્વવાળી પાર્ટી સાથે ગઠબંધન તેની સંભાવનાઓને નુકસાન પહોંચાડશે. વાસ્તવિકતા એ છે કે મહારાષ્ટ્રના લોકોએ એનસીપી (શરદ પવાર)ની તરફેણમાં મોટા પાયે મતદાન કર્યું છે. ભાજપ પણ આ સમગ્ર મામલે સાવધાનીથી કામ કરી રહ્યું છે, કારણ કે તે ચૂંટણી જીતવા માંગે છે.
શરદ જૂથના પ્રવક્તાએ કહ્યું, ‘ભાજપ નાયબ મુખ્યમંત્રી અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીથી પોતાને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.
કદાચ એક યા બીજી રીતે તેમને (મહાયુતિ) છોડવાનું કહેવામાં આવી રહ્યું છે.હકીકતમાં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા એક મરાઠી સાપ્તાહિક મેગેઝિનમાં પ્રકાશિત થયેલા લેખમાં એનસીપી વિશે મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
આ લેખમાં કહેવામાં આવ્યું હતું કે અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી સાથેનું ગઠબંધન લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્ર ભાજપના ખરાબ પ્રદર્શન માટે જવાબદાર છે. સાપ્તાહિક મેગેઝિન ‘વિવેક’ના તાજેતરના અંકમાં કહેવામાં આવ્યું છે કે લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હારના કારણો વિશે વાત કરતી વખતે આજે દરેક બીજેપી કાર્યકર્તા પહેલા એનસીપી સાથે ગઠબંધનનું નામ લે છે.
લેખમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ભાજપના કાર્યકરોને એનસીપી સાથે ગઠબંધન પસંદ નથી. આ વાત ભાજપના કાર્યકરો પણ જાણે છે. શિવસેના સાથે ભાજપનું જોડાણ હિન્દુત્વ પર આધારિત હતું અને તે એક રીતે સ્વાભાવિક હતું. કેટલીક અડચણો હોવા છતાં, ભાજપ અને શિવસેના વચ્ચે દાયકાઓથી ચાલતું જોડાણ સરળ રહ્યું છે.
પરંતુ એનસીપીમાં એવું નથી. લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને નિરાશા વધી છે. પક્ષ અને નેતાઓએ તેમની ગણતરી કરી લીધી હતી પરંતુ પછી શું ખોટું થયું? આ પ્રશ્નનો જવાબ શોધવાની જરૂર છે.SS1MS