સાબરમતી રિપોર્ટમાંથી ડાયરેક્ટરની વિદાય, ફરી શૂટિંગ સામે નારાજગી
મુંબઈ, વિક્રાંત મેસ્સી, રાશિ ખન્ના અને રિદ્ધી ડોગરાની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ પહેલાં ૨ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ ત્યાર બાદ એવા અહેવાલો આવ્યા કે હવે આ ફિલ્મ પોસ્ટપોન થઈ છે, ત્યાર પછી એવા અહેવાલો આવ્યા હતાં કે હવે આ ફિલ્મ ફરી શૂટ થઈ રહી છે.
તેમજ તેના ડિરેક્ટર રંજન ચંદેલે પણ ફિલ્મ છોડી દીધી છે. હવે ડિરેક્ટર ચંદેલે પણ આ સમાચારની ખરાઈ કરી છે, તેણે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યાે,“મેં ફિલ્મમાંથી પાછળ ખસી જવાનો નિર્ણય મારી જાતે લીધો છે.”
તેની પાછળનાં કારણ વિશે વાત કરતા રંજન ચંદેલે કહ્યું,“મેં આખી ફિલ્મ શૂટ કરી લીધી પરંતુ પછી પ્રોડ્યુસર્સના કેટલાંક આઇડિયા હતા, જે અનુસાર સીન રીશૂટ નહોતા કરવાના પણ કેટલાંક નવા સીન ઉમેરવાના હતા. આ ફિલ્મ એક સંવેદનશીલ પર બની રહી છે, તેથી હું એ ફેરફાર કરવા માટે સહમત નહોતો, તેથી મેં પાછળ ખસી જવાનો નિર્ણય લીધો.
મારી અને પ્રોડ્યુસર્સ વચ્ચે કેટલાંક સર્જનાત્મક બાબતોના વિચારભેદ હતાં.” ‘ધ સામબરમતી રિપોર્ટ’ ગોધરામાં ૨૭ ફેબ્રુ›આરી, ૨૦૦૨ના રોજ સાબરમતી એક્સ્પ્રેસ ટ્રેન સળગાવાની ઘટના પર આધારિત છે. ગુજરાતના ગોધરા પાસે બનેલી આ ઘટનામાં અયોધ્યાથી પરત આવી રહેલાં ૫૯ હિન્દુ યાત્રાળુઓ અને કરસેવકોનાં મૃત્યુ થયા હતા.
આ ઘટનાના પરિણામે રમખાણો થયાં હતાં. જોકે, તેનું કારણ હજુ વિવાદિત જ રહ્યું છે. આગળ ચંદેલે કહ્યું,“એવા અહેવાલો વહેતા થયાં હતાં કે, સેન્સર બોર્ડે કેટલાંક ફેરફાર સૂચવતાં ફિલ્મ પોસ્ટપોન થઈ છે. પરંતુ આ વાત બિલકુલ સાચી નથી.”SS1MS