Western Times News

Gujarati News

કાશ્મીર-હિમાચલમાં ભારે હિમવર્ષા વચ્ચે એલર્ટ જારી

નવી દિલ્હી, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસના કારણે લોકો પરેશાન થયેલા છે ત્યારે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે હિમવર્ષાના પરિણામ સ્વરૂપે એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. બંને રાજ્યોમાં ભારે હિમવર્ષાના પરિણામ સ્વરૂપે રાજમાર્ગો ઉપર વધુ સંખ્યામાં વાહનો અટવાઈ પડ્યા છે. ભારેથી અતિભારે હિમવર્ષા આવતીકાલે ગુરૂવાર, શુક્રવારે પણ બંને રાજ્યોમાં જારી રહે તેવી શક્યતા છે.

ઉત્તરાખંડમાં પણ ઊંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક દિવસના બ્રેક બાદ ફરીવાર હિમવર્ષની શરૂઆત થઈ ચુકી છે. પ્રજાસત્તાક દિવસની રજાને લઈને ઉજવણી કરવા માટે પહોંચેલા લોકો હાઈવે ઉપર અટવાઈ પડ્યા છે. ઉત્તરાખંડના હિલ સ્ટેશન તરફ જઈ રહેલા લોકો તથા હિમાચલમાં હિમવર્ષાની મજા માણવા પહોંચેલા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. આ ત્રણેય રાજ્યોમાં ભારે હિમવર્ષાની સાથે સાથે ભેખડો ધસી પડવાની દહેશત રહેલી છે.

હિમવર્ષાની સાથે સાથે મેદાની ભાગોમાં વરસાદ પડવાની પણ આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. ઉત્તરાખંડ માટે લોઅર લેવલના એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગના ક્ષેત્રીય સેન્ટરના વડા બીપી યાદવનું કહેવું છે કે ઉત્તરાખંડમાં આવતીકાલે અને શક્રવારેના દિવસે અતિભારે હિમવર્ષા થઈ શકે છે. સામાન્ય રીતે ચારથી પાંચની સરખામણીમાં ઓછામાં ઓછા છ એક્ટીવ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના પરિણામ સ્વરૂપે જાન્યુઆરી મહિનામાં હિમવર્ષા છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વધુ રહી શકે છે. આ સિઝનની હિમવર્ષા અને ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં થયેલી હિમવર્ષામાં વ્યાપક અંત જાઈ શકાય છે. નાસાના સેટેલાઈટમાં પણ ઈમેજ કેન્દ્રિત થઈ ગઈ છે. હાઈવે ઉપર મોટી સંખ્યામાં લાઈનો વાહનોની લાગી ગઈ છે. પાણી પુરવઠા માટે પણ સારા બરફની રાહ જાવામાં આવી રહી છે.

છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં ઉત્તરાખંડમાં પણ ખૂબ સારી હિમવર્ષા થઈ છે. જાણકાર લોકોનું કહેવું છે કે જા ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ બેથી ત્રણ દોર હિમવર્ષાના થશે તો ફાયદો રહેશે. ઉત્તરાખંડના એકમાત્ર મુક્તેશ્વરમાં હિમવર્ષા થઈ છે. બદ્રીનાથ, કેદારનાથ ધામની આસપાસ ચારેબાજુ બરફની ચાદર છવાઈ ગઈ છે. પિથોરાગંજ જિલ્લામાં ધાર્મિક સ્થળોની આસપાસ આ શિયાળાની સિઝનમાં પાંચ વખત હિમવર્ષા થઈ ચુકી છે. શ્રીનગરમાં ૫૪ એમએમ બરફ પડી ચુક્યો છે. આ શિયાળાની સિઝનમાં સામાન્ય બરફ પડવાની શક્યતા છે.

હિમાચલપ્રદેશમાં પણ રેકોર્ડ હિમવર્ષા થવાની શક્યતા દેખાઈ રહી છે. કુલુ જિલ્લામાં કોઠી ખાતે આ મહિનામાં ૧૧૦ સીએમ જેટલો બરફ પડી ચુક્યો છે જે ગયા વર્ષે જાન્યુઆરી કરતા ખૂબ વધારે છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. સિમલામાં પણ લોકો અટવાયેલા છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસના કારણે ટ્રેન અને વિમાની સેવા પર અસર થઈ છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલના મોટાભાગના વિસ્તારોમાં પારો માઈનસમાં પહોંચ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.