Western Times News

Gujarati News

મોરબીમાં વરમોરાના કર્મચારીએ કંપની સાથે રૂ.૧૦ લાખની ઠગાઈ કરી

પ્રતિકાત્મક

એડમીન એકઝીકયુટીવ તરીકે કામ કરતો શખ્સ કંપનીના વોલેટમાંથી મંજૂરી વગર હોટેલ-ટ્રાવેલ્સની ૩૭ ટીકીટ બુક કરી રકમ ઓળવી ગયો

મોરબી, મોરબીમાં વાંકાનેરમાં ઢુંવા ખાતે આવેલી વરમોરા ગ્રેનાઈટો પ્રા.લી. કંપનીમાં એડમીન એકઝીકયુટીવ તરીકે ફરજ બજાવતા જુનાગઢ જીલ્લાના કર્મચારીઓ મેક માય ટ્રીપમાં કંપનીના વોલેટમાંથી કંપનીની મંજુરી વગર અલગ અલગ હોટેલ ટ્રાવેલ્સની ૩૭ ટીકીટો બુક કરી કંપની સાથે ૧૦.૪૩ લાખથી વધારે રૂપિયા બારોબાર ઓળવી ગયો હતો. કંપનીની સમગ્ર છેતરપિડી બાબતે જાણ થઈ ત્યારે આ કર્મચારી વરમોરા ગ્રેનાઈટોમાંથી નોકરી મુકીને ચાલ્યો ગયો હતો.

મળતી માહિતી અનુસાર રાજકોટના મવડી વિસ્તારોમાં વિશ્વનગર-૧માં રહેતા અને વાંકાનેર તાલુકાના ઢુંવા ગામ પાસે આવેલી વરમોરા ગ્રેનાઈટો પ્રાઈવેટ કંપનીમાં લીગલ વિભાગમાં ફરજ બજાવતા મુકુંદભાઈ તુલશીભાઈ સંચાણીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી અવીનાશ અશોકભાઈ વાઘેલા ઉ.વ.ર૯, રહે. ડુંગરપુર સરદારનગર નવાપાતાપુર તા.જી.જુનાગઢ વિરૂધ્ધ ફરીયાદ નોધાવી હતી.

આરોપી અવીનાશ વાઘેલા કંપનીમાં એડમીન એકઝીકયુટીવ તરીકે ફરજ બજાવતો હતો. અને કંપનીએ આરોપી પર વિશ્વાસ મુકી હોટલ-ટ્રાવેલ્સ બુકીગ કરવા માટે અગત્યની જવાબદારી સોંપેલી હતી. મેક માય ટ્રીપ ઓનલાઈન ટ્રાવેલ્સ નામની વેબસાઈટ એપ્લીકેશનમાં વરમોરા કંપનીના એકાઉન્ટના યુઝર નેમ પાસવર્ડ એડમીન પાસે રહેતા હતા.

આરોપીએ તા.૧૬-૬-ર૦ર૩થી તા.૧૪-૧૧-ર૦ર૩ સુધીના સમય દરમ્યાન કંપનીની મંજુરી વગર અલગ અલગ કુલ ૩૭ હોટલ-ટ્રાવેલ્સ ટીકીટ બુકીગ કરી કિ.રૂ.૧૦,૪૩,૬૦૬ રકમની ચુકવણી મેક માય ટ્રીપના વરમોરાર કંપનીના વોલેટમાંથી કરી હતી. કંપનીએ તેમને સોપેલ અગત્યની ફરજમાં કંપનીનો વિશ્વાસ તોડી પોતના અંગત આર્થિક લાભ સારૂ કંપનીની મંજુરી સિવાયના હોટલ ટ્રાવેલ્સ ટીકીટ બુકીગ કરી કંપની સાથે વિશ્વાસઘાત કરી છેતરપિડી કરી હોવાની ફરીયાદ નોધાઈ હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોધી તેને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.