Western Times News

Gujarati News

ટેમ્પામાં કાકડી તથા દૂધી જેવા શાકભાજીના પોટલાની વચ્ચે દારૂની હેરાફેરી કરતાં બે ટેમ્પા ઝડપાયા

દાહોદ LCBએ આસાયડી હોટલ અને કેસરપુર ઘાટી ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) મધ્યપ્રદેશના પેટલાદ ગામે વિદેશી દારૂના ઠેકા પરથી સડેલી કાકડી તેમજ દૂધીના પોટલાઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને વડોદરા પહોંચાડવા જઈ રહેલા બે ટેમ્પા ઇન્દોરથી ગોધરા તરફ જતા હાઈવે પર આસાયડી હોટલ આગળ દાહોદ એલસીબી પોલીસે પકડી પાડી બંને ટેમ્પાની અંદર કાકડી તેમજ દૂધીના પોટલાની આડમાં સંતાડેલ રૂપિયા

૧૬ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ત્રણ લાખની કુલ કિંમતના બે ટેમ્પા તથા બે મોબાઈલ ફોન મળી રૂપિયા ૧૯,૧૭,૦૪૦/-ના મુદ્દા માલ સાથે બંને ટેમ્પાના ચાલકોની અટકાયત કરી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

મધ્યપ્રદેશના પેટલાવદથી વિદેશી દારૂનો જંગી જથ્થો એમપી પાસિંગના અશોક લેલેન્ડના બે અલગ અલગ ટેમ્પોમાં દુધી તેમજ કાકડી જેવા શાકભાજીના પોટલાઓની પાછળ સંતાડીને વડોદરા ગોલ્ડન ચોકડી પર રાજુ નામના ઇસમને આપવા જઈ રહ્યા હોવાની બાતમી દાહોદ એલસીબી પોલીસને મળી હતી. જે બાતમીને આધારે દાહોદ એલસીબી પીએસઆઇ એમ.એલ ડામોર તથા તેમના સ્ટાફની ટીમ ઇન્દોર-ગોધરા હાઇવે પર અસાયડી હોટલ નજીક પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન અસાઇડી હોટલથી થોડે દૂર એમપી.૧૧.જી-૪૦૩૮ તથા એમપી૧૩જીબી -૦૨૪૬ એમ અશોક લેલેન્ડના બે ટેમ્પા ઉભા હતા. જેથી પોલીસે બંને ટેંપાને પકડી પાડી બંને ટેમ્પાના ચાલક મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રાજોડ ગામના મનોજ ઉર્ફે કાલુ મનસુખલાલ વર્મા તથા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગુંદીખેડા ગામના શંભુ ઉર્ફે બંટી રમેશભાઈ ચંડાલની અટકાયત કરી પોલીસે બંને ટેમ્પામાં કાકડી તથા દૂધી જેવા શાકભાજીના પોટલાની હાડમાં લઈ

જવાતા ભારતીય બનાવટના રૂપિયા ૧૬,૦૭,૦૪૦/-કુલ કિંમતની વિદેશી દારૂની પેટીઓ નંગ-૨૪૮ માં ભરેલ બોટલ નંગ-૧૧૯૦૪ પકડી પાડી પકડાયેલ બંને ટેમ્પાના ચાલક પાસેથી રૂપિયા ૧૦,૦૦૦/- ની કુલ કિંમતના બે મોબાઈલ ફોન તથા દુધી તેમજ કાકડીના પોટલા વગેરે પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ત્રણ લાખની કુલ કિંમતના બે ટેમ્પા મળી કુલ રૂપિયા ૧૯,૧૭,૦૪૦/-નો મુદ્દામાલ કબજે લીધો હતો.

દાહોદ એલસીબી પોલીસે કેસરપુર ઘાટી ગામેથી રૂ. ૨.૩૩ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ખોટી નંબર પ્લેટ વાળી રએહઙ્ઘટ્ઠૈ કંપનીની ક્રેટા ગાડી પકડી પાડી કબજે લીધી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર જીજે ૨૭બી.એસ.૦૬૮૪ નંબરની રએહઙ્ઘટ્ઠૈ કંપનીની ક્રેટા ગાડી વિદેશી દારૂનો જથ્થો ભરી ઝાલોદથી લીમખેડા તરફ આવતી હોવાની દાહોદ એલસીબી પોલીસને બાતમી મળી હતી.

જે બાતમીને આધારે દાહોદ એલસીબી પોલીસની ટીમે ગતરોજ સવારે સાડા દસ વાગ્યાથી બપોરના અઢી વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન સિંગવડ તાલુકાના કેસરપુર ઘાટી ગામ નજીક રોડ પર જરૂરી વોચ ગોઠવી હતી.

તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ નંબરવાળી હોન્ડાઈ કંપનીની ષ્ઠિીંટ્ઠ ગાડી ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ક્રેટા ગાડીના ચાલકે ગાડી ભગાવી મુકતા પોલીસે ષ્ઠિીંટ્ઠ ગાડીનો પીછો કરી ગાડીને ઓવરટેક કરી ગાડી ઉભી રાખવા ઈશારો કરતા ગાડીના ચાલકે થોડે દૂર જઈ ગાડી રસ્તાની સાઈડમાં ઉભી રાખી ગાડીનો દરવાજો ખોલી ચાલક ગાડીમાંથી ઉતરી કેસરપુર ઘાટીના જંગલના ઝાડી ઝાંખરામાં થઈ નાસી ગયો હતો. જે ક્રેટા ગાડી પોલીસે પકડી પાડી ગાડીની તલાસી લઈ ગાડીમાંથી

રૂપિયા ૨,૩૩,૦૩૩/-ની કુલ કિંમતની વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૪૯૯ પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૧૦ લાખની કિંમતની હોન્ડાઈ કંપનીની ક્રેટા ગાડી મળી કુલ રૂપિયા ૧૨,૩૩,૦૩૦/-નો મુદ્દા માલ કબજે લઈ ગાડીની નંબર પ્લેટ ચકાસતા ગાડીની નંબર પ્લેટ પણ ખોટી હોઇ તેનો સાચી નંબર પ્લેટ તરીકે ઉપયોગ કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. આ સંબંધે ક્રેટા ગાડીના નાસી ગયેલા ચાલક વિરુદ્ધ રંધીકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આમ આમ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

જેતપુરમાં દારૂના ગુનામાં પાંચ મહિનાથી ફરાર આરોપી ઝબ્બે
જેતપુરઃ જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામા પાંચ મહીનાથી ફરાર આરોપી ચીરાગ ઉર્ફે કાળુ કેશુ બોરડા હાલ રહે. સુરત, મુળ ગારીયાધારના વદરને પોલીસે પકડી પાડયો હતો. આરોપી સુરત અને સાવરકુંડલામાં પણ ગુના આચરી ચુકયો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.