સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે સંબંધો બગડ્યા? પોસ્ટ કરતા વિવાદ
મુંબઇ, શિવસેના નેતા સંજય રાઉતની આ પોસ્ટને શિવસેના અધ્યક્ષ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકેર પર ટિપ્પણી તરીક જોવામાં આવી રહી છે. જો કે બાદમાં સંજય રાઉતની એફબી વોલ પર આ પોસ્ટ જોવા મળી રહી ન હતી. એવુ માનવામાં આવી રહ્યું છે કે કાંઇપણ અટકળો થવા પર સંજય રાઉતે પોસ્ટ ડિલીટ કરી દીધી. ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવામાં ભલે એનસીપી અધ્યક્ષ શરદ પવારની મહત્વની ભૂમિકા મહત્વની હતી, પરંતુ સંજય રાઉતે વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યાં તે દિવસથી ઉદ્ધવને મુખ્યમંત્રી બનવાને લઇને તેમનો પક્ષ લોકો સામે રાખતા હતા.
ભાજપ સાથે અઢી વર્ષના મુખ્યમંત્રી પદની માગ અને એનસીપી-કોંગ્રેસ સાથે સરકાર ગઠનને લઇને વાતચીતમાં રાઉતની મુખ્ય ભૂમિકા જોવા મળી હતી. ઉદ્ધવ ઠાકેરની નજીક અને સરકાર ગઠનમાં મહત્વની ભૂમિકાને જોતા એવું માનવામાં આવી રહ્યું હતું કે સંજયના નાના ભાઇ સુનીલનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે, જો કે એમ થયું નહીં.
શિવસેનાએ ત્રણ અપક્ષ ધારાસભ્યોને તક આપી, જેને લઇને સંજય રાઉત નારાજ હોવાનું સામે આવ્યું હતું. સુનીલ રાઉતની વિધાનસભા સભ્ય પદથી રાજીનામાની ચર્ચાની અટકળો જોવા મળી હતી. પરંતુ સંજય રાઉતે સામે આવ્યા હતા અને કહ્યું કે અમે લોકો આપનારા છીએ, માગનારા નહીં. પાર્ટી માટે કામ કરીએ છીએ પદ માટે નહીં.
જો કે ત્યારબાદ એવુ માનવામાં આવી રહ્યું હતું કે સંજય રાઉતે નારાજગી દૂર કરી લીધી છે પરંતુ ફેસબુક પોસ્ટએ સસ્પેન્સ વધારી દીધું છે. જો કે હજુ પણ એવુ માનવામાં આવી રહ્યું છે કે સંજય રાઉત પોતાના ભાઇને મંત્રીમંડળમાં ન સમાવતાં નારાજ છે. જો કે સંજય રાઉતે એફબી પરથી પોસ્ટ ડિલીટ કરી દીધી છે પરંતુ ડીલીટ કરવા પર પણ સવાલ ઉઠી રહ્યાં છે.