નૂહમાં બ્રજમંડળ જલાભિષેક યાત્રાની વીડિયોગ્રાફી થશે
નવી દિલ્હી, ૨૨મી જુલાઈના રોજ નૂહમાં યોજાનારી બ્રજમંડળ જલાભિષેક યાત્રાને લઈને પોલીસ હાઈ એલર્ટ પર છે. આ વખતે સમગ્ર યાત્રાની વિડીયોગ્રાફી થશે અને સમગ્ર યાત્રા પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે. તેમજ યાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ પણ અનેક રૂટ ડાયવર્ટ કરવાનું આયોજન કરી રહી છે.સાથે જ ગત વર્ષની જેમ કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
નૂહ પોલીસ-પ્રશાસન તે માટે અનેક યોજનાઓ બનાવી રહ્યું છે. આ સાથે પોલીસે એક એડવાઈઝરી જારી કરીને યાત્રામાં આવનારા લોકોના હથિયાર, લાકડીઓ અને લાઉડ મ્યુઝિક સિસ્ટમ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
આ અંગે નૂહના એસપી વિજય પ્રતાપે જણાવ્યું કે ૨૨ જુલાઈના રોજ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવશે. આ વખતે પોલીસ ફોર્સ ગત વર્ષ કરતા વધુ રહેશે. નૂહમાં કેએમપી સહિત અન્ય માર્ગાે પરથી આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવશે.
ગયા વર્ષે નલ્હદ મંદિરના પર્વત પરથી બદમાશો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ વખતે ત્યાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.પોલીસ અધિક્ષકનું કહેવું છે કે બ્રજમંડળ જલાભિષેક યાત્રાને લઈને એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
આ વખતે પોલીસ કોઈ પણ પ્રકારની ઢીલ રાખવાના મૂડમાં નથી. આ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જિલ્લાની તમામ સરહદો સીલ કરવામાં આવશે અને જિલ્લામાં આવતા-જતા લોકોની તપાસ કરવામાં આવશે. વહીવટીતંત્ર દ્વારા બંને સમુદાયના લોકો સાથે ઘણી બેઠકો પણ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે જિલ્લામાં જ્યાં પણ યાત્રા અને જલાભિષેક કરી રહેલા શ્રદ્ધાળુઓ પ્રવેશ કરશે ત્યાંથી સુરક્ષા દળો તૈનાત કરવામાં આવશે. પોલીસ વિભાગે આ યાત્રા દરમિયાન હરિયાણા પોલીસના જવાનો, આરપીએફ, સીઆરપીએફ, કમાન્ડો અને અન્ય સુરક્ષા જવાનોને તૈનાત કરવાની યોજના તૈયાર કરી છે.આ સિવાય સોશિયલ મીડિયા પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કોઈપણ ખોટી કે ભડકાઉ પોસ્ટ મુકવા પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.SS1MS