Western Times News

Gujarati News

વડોદરાના ડભોઈ રોડ પર યુવતીને બચાવવા જતાં ટેન્કર પલ્ટ્યુંઃ (જૂઓ વિડીયો)

Vadodara: વડોદરા શહેરના ડભોઇ રોડ પર આવેલ ગણેશનગર ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા ચાલક યુવતીને બચાવવા જતા ફાયર બ્રિગેડનું ટેન્કર પલ્ટી મારી ગયું. આ સમગ્ર અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

CCTVમાં જોઈ શકાય છે કે, ફાયર બ્રિગેડની ટેન્કર પલટી મારે છે, તે સમયે એક્ટિવા ચાલક યુવતી ફંગોળાઈને દૂર પટકાઈ જતાં તેનો આબાદ બચાવ થાય છે. બીજી તરફ ટેન્કર પલટી ખાતા ટેન્કરનું ઇંધણ અને ટાંકીમાં ભરેલું પાણી રોડ પર ઢોળાઈ ગયું હતું.

સદનસીબે ટેન્કર ચાલક તેમજ એક્ટિવા ચાલક યુવતી સલામત છે. ફક્ત એક્ટિવા ચાલક મહિલાને ઇજા પહોંચતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. આ સાથે જ એક્ટિવાને નુકસાન થયું છે.

 

આ બનાવને પગલે સ્થાનિકો અને રાહદારીઓના ટોળા જામ્યા હતા. આ સાથે જ આ ઘટનાની જાણ થતા ફાયર ઓફિસરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ દ્વારા ફાયર બ્રિગેડના ટેન્કર ચાલકની અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ અકસ્માતની ઘટનાના પગલે રોડની વચ્ચે ઊંધા પડેલા ટેન્કરના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.